તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ભાસ્કર િવશેષ | ગિફ્ટ સિટીના દરવાજા પાસેથી નવજાત બાબો મળી આવતા માનવતા દાખવી સિવિલમાં સારવાર હેઠળ

ભાસ્કર િવશેષ | ગિફ્ટ સિટીના દરવાજા પાસેથી નવજાત બાબો મળી આવતા માનવતા દાખવી સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘માતે મા બીજા બધા વગડાના વા’ જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.. સહિતની અનેક ગુજરાતી કહેવત માતા ઉપર કહેવામાં આવી છે. પોતે ભૂખી સુઇને દિકરાના મોઢામાં કોળિયા મુકવાની વાતો નવી નથી. ત્યારે પાટનગરમાં માતૃત્વ લજવાયુ છે. એક માતાની મમતા મરી પરવારી છે. સોમવારે મોડી રાતે ગીફ્ટ સીટીના દરવાજા પાસે એક દિવસના બાબાને કોઇ માતા મુકીને રવાના થઇ ગઇ હતી. દરવાજા પાસે મુકેલા બાળકનો અવાજ વટેમાર્ગુ સાંભળતા 108ને ફોન કર્યો હતો. જ્યારે પોલીસની પીસીઆર પણ આવી ગઇ હતી. નવજાતને સિવિલમાં સારવાર હેઠળ રખાયુ છે.

મળતી માહિતી મુજબ શહેરની પાસે આવેલા ગીફ્ટ સીટી પાસેના મુખ્ય દરવાજા પાસેની મજુર કોલોની પાસેના ખુલ્લા ખેતરમાં લાલ રૂમાલમા એક દિવસના નવજાત બાબાને કોઇ અજાણ્યુ વ્યક્તિ મુકીને રવાના થઇ ગઇ હતી. લાલ રૂમાલમાં લપેટવામાં આવેલા બાળકનો અવાજ પાસેથી પસાર થતા વ્યક્તિએ સાંભળતા તેને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. તે દરમિયાન પોલીસની પીસીઆરને પણ જાણ થતા તાત્કાલિક બનાવ સ્થળે આવી ગઇ હતી અને બાળકને ગાંધીનગર સિવિલના એનઆઇસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી.

દિકરાને કૂળનો દિપક અને દિકરીને સાપનો ભારો સમજનાર દુનિયામાં પહેલો બનાવ બન્યો હશે કે કોઇ દિકરાને રસ્તે મુકીને જતુ રહ્યુ છે. દિકરાને ખોળાનો ખૂ઼દનાર સમજનાર માતાની મમતા લાજી મરી છે. વાત સાંભળનાર વ્યક્તિઓમા ચર્ચા સાંભળવા મળતી હતી કે કોઇએ પોતાનુ પાપ છુપાવવા કૂમળા ફૂલ જેવા બાળકને રસ્તે રઝળતો કરી ગઇ છે. બનાવની જાણ ડભોડા પોલીસે થતા પોલીસે ખાનગી રાહે હોસ્પિટલ અને સરકારી દવાખાનામાં તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છેકે તાજેતરમાં પેથાપુરમાં કચરા પેટીમાંથી એક બાળકી મળી આવી હતી. ત્યારે બાળકોને રસ્તે મુકી ચાલી નિકળવાના બનાવો વધારે સામે આવી રહ્યા છે.

મરી પરવારી મમતા : બાળકીઓ બાદ હવે બાબાને પણ તરછોડવા લાગી છે જનેતા !

અન્ય સમાચારો પણ છે...