તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદના વધામણાં

જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી વરસાદના વધામણાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાદળછાયા વાતાવરણથી નાગરિકો બફારામાં અકળાઇ ગયા

થોડા વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઇ આવતાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે બફારો અને ઉકળાટનો નાગરિકો અકળાઇ ગયાં હતાં. તો બીજી બાજુ વરસાદની બીજી ઇનિંગ શરૂ થતાં ધરતીપુત્રો આનંદીત થયા છે. પાક લાયક વરસાદ અવિરત વરસાદ વરસે તેવી આશા વ્યક્ત કરી છે.

રાજસ્થાનમાં અપરએર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાતાં સમી સાંજે ઝરમર વરસાદ શરૂ થાય છે. ત્યારે ગાંધીનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારે સવારે મેઘરાજાની પધરામણી થતાં શહેરીજનોએ પલડવાનો આનંદ માણ્યો હતો. ઘણા સમયથી ગરમી, ઉકળાટ અને બફારામાં બેબાકળા બની ગયેલા નાગરિકોને ગરમીથી રાહત થઇ હતી. તેમજ ખેડુતો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં, તેવા વરસાદ વાવણી કર્યા બાદ ફરીથી વરસતા ખુશખુશાલ થયા છે.પરંતુ સવારે થોડીવાર માટે ઝરમર વરસાદ પડ્યાં બાદ વરસાદ શાંત થતાં બફારાનો અનુભવ રહિશોએ કર્યો હતો. ગાંધીનગર સહિત જિલ્લામાં ગરમીનો પારો 34થી 36 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેથી ગરમીમાં નાગરિકો પરેશાન થઇ ગયા હતાં. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર મંગળવારે તાપમાન 36 ડિગ્રી, અને લઘુત્તમ 26 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે ભેંજ 88 ટકા અને સાંજે ભેજ 79 ટકા નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...