તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૂટેલી ગટર નજીક પશુઓ અને બાળકો ફરતા હોય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસું છતાં સેક્ટર 3 ન્યૂમાં ગટર જીવતા મોત સમાન

ચોમાસુ શરૂ થઇ ગયુ છે. છતા સેક્ટર 3 ન્યુમાં ખુલ્લી ગટરો મો ફાડીને ઉભી છે. કોઇને લાલ હલાલ થઇ જાય તે પહેલા મોત બનેલી ગટરનોના મોં ઉપર ઢાંકણ લગાવવામાં આવે તેવી માંગ કરાઇ છે. શહેરના સેક્ટર 3 ન્યુ વસાહત મંડળે કહ્યુ કે હાલમાં ચોમાસાની ઋુતુ ચાલી રહી છે. ત્યારે પાણી ભરાવાની અને ગંદકીની ફરિયાદો વધારે પ્રમાણમાં આવી રહી છે. પરંતુ શહેરના સેક્ટર 3 ન્યુમા હાલમાં પણ ચાર ગટર તુટેલી હાલતમાં નજરે પડી રહી છે. જો ગટરની તાત્કાલિક અસરથી મરામત કરવામાં નહીં આવે તો નાગરિકોના જીવ જોખમમાં મુકાશે. તુટેલી ગટરોની આજુબાજુ પશુઓ રખડતા હોય છે. જ્યારે નાના બાળકો પણ ક્યારેક રમતા હોય છે.

સરકારી તંત્ર ચોમાસા પહેલા કામગીરી હાથ ધરતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે હજુ પણ કામગીરી અધુરી જોવા મળી રહી છે. સેક્ટર 3 ન્યુની સાથે સાથે અનેક સેક્ટરની ગટરો મોં ફાડીને ઉભી છે. રોજીંદા અધિકારી ત્યાંથી નિકળતા હોવા છતા આંખ આડા કાન કરીને જઇ રહ્યા છે. માત્ર એક આદેશ છોડવાનો હોય છે. છતા કામ કરવામાં થાક અનુભવી રહ્યા છે. ચોમાસા દરમિયાન એસી ચેમ્બરમાંથી બહાર નિકળીને શહેરની તાગ નહિ મેળવે તો કોઇ નિર્દોશ ભોગ બનશે. સેક્ટર 3 ન્યુની સાથે જોખમી ગટરોની મરામરત કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

સેક્ટર 3અને 4ની ગટરોની દુર્દશા

અન્ય સમાચારો પણ છે...