તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વોર્ડ 7ના કોર્પોરેટર રોડ રસ્તાના નવીનીકરણને મુદ્દે આકરા પાણીએ

વોર્ડ 7ના કોર્પોરેટર રોડ રસ્તાના નવીનીકરણને મુદ્દે આકરા પાણીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવેદન આપી કહ્યુ જો રોડ નવા નહિં બને તો આંદોલન કરીશુ

કોર્પોરેટર હિરલ જોશીએ કહ્યુ કે સેક્ટર 6બીમાંથી પસાર થતા રોડ ઉપર મોટો ખાડો પડી ગયો છે. મેયરને લેખિત રજૂઆત કરી હોવા છતા નિરાકરણ આવતુ નથી. જ્યારે રોડ ઉપરના ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. મહાપાલિકામાં રજૂઆત કરવા છતા નિરાકરણ આવતુ નથી. રાકેશ પટેલે કહ્યુ કે વોર્ડ 7ના તમામ આંતરીક રસ્તાઓને કૂતરાઓ ખોદી ગયા હોય તેવા થઇ ગયા છે. ટુ વ્હીલર ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉર્મિલા વર્માએ કહ્યુ કે મહાપાલિકામાં રજૂઆતો કરવા છતા નાગરિકોના કામ થતા નથી.

તાજેતરમાં જયરાજસિંહ વાઘેલા સહિત તમામ કોર્પોરેટરોએ વોર્ડ 7ની સમસ્યાઓને લઇને રજૂઆત કરી હતી. પરંતુ ઉકેલ નહિં આવતા મંગળવારે કાર્યપાલક ઇજનેરને આવેદન આપ્યુ હતુ. કહ્યુ કે જો વારંવાર રજૂઆત કરવા છતા કામગીરી નહિ થતા લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. સેક્ટરના રોડને આગામી સમયમાં નવા વાઘા પહેરાવવામાં નહિ આવે તો મંત્રીઓની ગાડીઓ રોકવી પડશે. ત્યારે નેતાઓનુ નાક ના કપાય તે પહેલા અધિકારીઓ સમાધાન લાવવા કામગીરી હાથ ધરે.

અન્ય સમાચારો પણ છે...