• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેક્ટર 12માં જુગારધામ પકડાયુ, 26 હજારની રોકડ સાથે 8ની ધરપકડ

સેક્ટર 12માં જુગારધામ પકડાયુ, 26 હજારની રોકડ સાથે 8ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાં સેકટર 12માં કેટેગરીનાં મકાનમાંથી જુગારધામ પકડાયાની ઘટનામાં સેકટર 7 પોલીસે જુગારીઓ સામે કેસ કરીને રોકડ, વાહનો તથા મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસ સારી કામગીરી કરે ત્યારે જુગારીઓનાં ફોટા સાથેની યાદી જાહેર કરે. પરંતુ આ જુગારધામ પકડાયા બાદ યાદી તો ન જાહેર થઇ પરંતુ સામેથી પુછવા છતા મિડીયાને માહિતી ન આપી. આખરે સમગ્ર પ્રકરણ ખુલ્લુ પડ્યુ છે. હાલીસાનો હસમુખ ચૌધરી આ જુગારધામ ચલાવતો હતો. ત્યારે પોલીસની કામગીરીને લઇને પણ શંકાઓ નિર્માણ થઇ છે.

સેકટર 12માં કેટેગરીનાં મકાનોમાં જ-2માં બ્લોક નં 136/4 તા 24મી જુલાઇની સાંજે સેકટર 7નાં પીએસઆઇ ડી ડી ઝાલાએ ટીમ સાથે દરોડો પાડ્યો હતો. હાલીસાવાળો હસમુખ જગાભાઇ ચૌધરી આ જુગાર રમાડતો હોવાની બાતમી હતી. પોલીસે દરોડો પાડ્યો તેમાં ઘનશ્યામસિંહ ઉર્ફે ગુગો કાળુસિંહ રાણા (રહે ઉડવાળોવાસ, ધણપ.), પ્રકાશ બાબુ ચૌધરી (રહે માધવગઢ), નિલેષ ગેબાભાઇ ચૌધરી (રહે કાનપુર છાલા,), વિનોદ રામજીભાઇ ચૌધરી (રહે વાસણાચૌધરી, પ્રગતિ ડેરી પાસે,), મયુર ભેમાજી ચૌધરી (રહે સેકટર 4બી, પ્લોટ નં 453.), અજય ચેલાભાઇ ચૌધરી, કિરણ રઘુનાથ ચૌધરી (રહે સેકટર 4બી. પ્લોટ નં 453, મુળ ધનપુરા,બ.કાં.) તથા મેલાજી જેસંગજી ઠાકોર (રહે મેદાનવાળોવાસ, ધણપ) જુગાર રમતા પકડાઇ ગયા હતા. પ્રકાશ ચૌધરીનું સ્પ્લેન્ડર, નિલેષ ચૌધરીનું લાલ યામાહા, વિનોદનું એક્ટીવા, અજયનું પલ્સર સહિતનાં વાહનો, 11 મોબાઇલ તથા રૂ.26030ની રોકડ મળીને કુલ રૂ.1,56,530નો મુદામાલ જપ્ત કર્યો હતો. હસમુખે રૂ.2500 ભાડુ લઇને રમવા માટે જગ્યા આપી હતી. પોલીસે જુગારીઓ પાસેથી મિડીયામાં નામ ન આવે તે માટે તોડ કર્યો હોવાની શકયતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...