Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » ‘નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા’નું રક્ષાશક્તિ સર્કલ પાસે સ્વાગત થશે

‘નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા’નું રક્ષાશક્તિ સર્કલ પાસે સ્વાગત થશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:36 AM

કોંગ્રેસ દ્વારા અમદાવાદથી દિલ્લી સુધી યાત્રાનુ આયોજન

  • ‘નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા’નું રક્ષાશક્તિ સર્કલ પાસે સ્વાગત થશે
    યુવક કોંગ્રેસ દ્વારા દેશમાં વ્યાપેલી અરાજકતા અને નિષ્ફળ બનેલી કાયદા વ્યવસ્થાની વિરુદ્ધમાં રાષ્ટ્રવ્યાપી યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે મહાત્મા ગાંધીજીના અમદાવાદના કોચરબ આશ્રમથી નવી દિલ્લી મહાત્મા ગાંધીજીની સમાધિ સ્થળ રાજઘાટ સુધી નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા યુવક કોંગ્રેસ દ્વારા 9થી 15 ઓગસ્ટ સુધી યોજવાની જાહેરાત કરી છે.

    9મીએ કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુંધી શરુ થયેલી યાત્રા આજે શુક્રવારે વહેલી સવારે 9 કલાકે ગાંધીનગર જિલ્લામાં પ્રવેશ કરશે તેમ યુવક કોંગ્રેસ પ્રમુખ જિતેન્દ્રસિંહ સોલંકીએ કહ્યુ હતુ.

    જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી, ભાવેશ દેસાઈએ જણાવ્યું છે કે નફરત છોડો ગાંધી સંદેશ યાત્રાનું આજે શુક્રવારે સવારે 9 કલાકે પાટનગરમાં પ્રવેશ કરશે. જેનુ રક્ષાશક્તિ સર્કલ (શાહપુર સર્કલ) પાસે ભવ્ય સ્વાગત કરશે. જ્યાં ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવચંદ યાદવ, પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષના નેતા પરેશભાઈ ધાણાની, ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ અન્ય વરિષ્ઠ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરશે અને શાહપુર ચોકડી પાસે યોજાનાર જાહેર સભામાં માર્ગદર્શન પણ મેળવાશે.

    રેલીમાં 1500 બાઈક અને મોટર કાર જોડાશે

    ગાંધીનગર શહેર અને જીલ્લાભરમાંથી 1500 જેટલી બાઈક,કાર દ્વારા રેલી યોજાશે. શાહપુર ચોકડી, રિલાઇન્સ ચોકડી, ઘ ૦, ઘ 6, અક્ષરધામ, સેક્ટર 30 સર્કલ, ચિલોડા(ડ)થી ચંદ્રાલા થઇ સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે. શાહપુર ચોકડી ખાતે સ્વાગત કાર્યક્રમ, જાહેર સભા અને બાઈક રેલીમાં સૌ કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોને જોડવા જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમા તમામ બાઇક સવારોએ સવારોએ હેલ્મેટ પહેરવી રેલીમા હાજર રહેવા જણાવાયુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending