માઇગ્રેશનની પ્રક્રિયાની મુદતમાં વધારો કરાયો

વેપારીઓની રજૂઆતને ગ્રાહ્ય રખાઈ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:36 AM
માઇગ્રેશનની પ્રક્રિયાની મુદતમાં વધારો કરાયો
રાજ્યમાં જીએસટી નંબરની રામાયણ થતા અનેક વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. જીએસટી નંબર મેળવ્યા પહેલા ખરીદી અને વેચાણ કરવામા મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી. ત્યારે અનેક વેપારીઓના માઇગ્રેશન કરવાના બાકી રહી ગયા હતા. ત્યારે બાર એસોસિએશન, વેપારી મંડળો દ્વારા તારીખ લંબાવવા રજૂઆતો કરી હતી. સહાયક રાજ્ય વેરાકમિશનર દ્વાર બાકી રહી ગયેલા વેપારીઓ માટે મુદતમાં વધારો કર્યો છે અને 31 ઓગસ્ટ સુધી વિન્ડો ખુલ્લી રાખી છે.

રાજ્યમાં જીએસટી નંબર આવ્યા બાદ વેટ નંબર ટ્રાન્સફર કરવાની મુશ્કેલીઓ વેપારીઓ અનુભવી રહ્યા હતા. નંબર બદલવામાં અનેક હાલાકીઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે કેટલાક વેપારીઓએ મહામહેનતે માઇગ્રેશન કરાવી લીધુ હતુ.

તેમ છતા અનેક વેપારીઓ બાકી રહી ગયા હતા. જેને લઇને વેપારીઓને વેપાર કરવો મુશ્કેલી બની રહ્યો હતો. બાર એસોસિએશન, વેપારી મંડળો દ્વારા અનેક બાકી રહી ગયેલા વેપારીઓ માઇગ્રેશન મેળવી શકે તે માટે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતોને ધ્યાનમાં લેવામા આવી છે.

31મી સુધી માઇગ્રેશન વિન્ડો ખુલ્લી રખાશે

સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરી ઘટક 24 દ્વારા 31 ઓગસ્ટ સુધી માઇગ્રેશન વિન્ડો ખુલ્લી રાખવામાં આવી છે. ત્યારે જે વેપારીઓને માઇગ્રેશન કરાવવાનુ બાકી છે તેમને 31મી સુધી મેળવી લેવુ, જ્યારે માઇગ્રેશન માટેની માહિતી કોમર્શિયલ ટેક્ષની વેબસાઇટ પર મુકવામાં આવી છે તેમ સહાયક રાજ્ય વેરા કમિશ્નરે જણાવ્યુ હતુ.

X
માઇગ્રેશનની પ્રક્રિયાની મુદતમાં વધારો કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App