ગલુદણમાં ડેરીના કારીગરનું શંકાસ્પદ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર તાલુકાનાં ગલુદણ ગામે આવેલી કમલ ડેરી પાછળનાં આંબાવાડીયામાંથી ડેરીમાં જ કામ કરતા ઉતરપ્રદેશનાં યુવાનનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. ડેરી પરથી રવીવારે વતનમાં જવાનું કહીને રજા લઇને નિકળ્યા બાદ ડેરી પાસેથી જ મૃતદેહ મળવો શંકાસ્પદ છે. અમદાવાદનાં ફારુકાબાદનો રહેવાસી 20 વર્ષિય ચંદન અશોકભાઇ કશ્યપ ગલુદણની કમલ ડેરીમાં કામ કરતો હતો. મંગળવારે સવારે ચંદનનો મૃતદેહ ડેરી પાસેનાં આંબાવાડીયામાં આબાનાં નાના ઝાડ નીચેથી કપડાથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળતા ડેરીનાં સંચાલક જગદીશભાઇ રાધેશ્યામભાઇ અગ્રવાલે ડભોડા પોલીસને જાણ કરી હતી. જમાદાર વિરજીભાઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...