મનપા દ્વારા મેલેરિયા ટીમના રોજમદારોનું થતું શોષણ

ગાંધીનગર | કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2010 સુધીમાં સમગ્ર ભારતમાંથી મેલેરિયા નાબુદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:36 AM
મનપા દ્વારા મેલેરિયા ટીમના રોજમદારોનું થતું શોષણ
ગાંધીનગર | કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2010 સુધીમાં સમગ્ર ભારતમાંથી મેલેરિયા નાબુદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે અને ગુજરાત સરકારે તો વર્ષ 2022 સુધીમાં રાજ્યને મેલેરિયા મુક્ત કરવાનુ સ્વપ્ન જોયુ છે.

વેતન રૂ. 140 જ ચૂકવણી કરાય છે

રાજ્યના પાટનગરમાં જ મેલેરિયા નાબુદીની કામગીરીમાં જોડવામાં આવેલા રોજમદાર કર્મચારીઓનું મહાપાલિકા દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં લઘુત્તમ વેતન દર રૂપિયા 302 નક્કી કરવામાં આવેલો છે.

પરંતુ આ કર્મચારીઓને માત્ર રૂપિયા 140 દૈનિક ચૂકવવામાં આવે છે. પરિણામે પ્રશ્ન એ ઉભો થાય છે કે, વર્ષ 2022 સુધીમાં રાજ્યને મેલેરિયાથી મુક્ત કેવી રીતે કરી શકાશે. કેમ કે આટલા વળતરથી આગામી દિવસોમાં માણસો મળશે નહીં.

રોજમદાર કર્મચારીઓ દ્વારા આ મુદ્દે અનેકવાર ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યુ છે અને દૈનિક પગારમાં વધારો કરી આપવાની વિનંતીઓ કરવામાં આવી છે. પરંતુ તેમને પ્રત્યુત્તર પણ પાઠવવામાં આવતો નથી. લઘુત્તમ વેતન માટે સરકારે સત્તાવાર ઠરાવ કરેલો હોવા છતાં સચિવાલયના નાક નીચે મહાપાલિકા દ્વારા મેલેરિયાના રોજમદારો પાસે વેઠ કરાવવામાં આવી રહી છે.

ત્યારે નોંધવુ રહેશે કે સુરત મહાપાલિકા દ્વારા મેલેરિયાના રોજમદારોને માસિક રૂપિયા 12, 288 અને વડોદરામાં રૂપિયા 10,500 ચૂકવવામાં આવે છે. બંધારણમાં સમાન કામ, સમાન વેતનની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ અન્ય મહાપાલિકા જેટલુ વળતર ગાંધીનગર મહાપાલિકા ચૂકવતી નથી.

X
મનપા દ્વારા મેલેરિયા ટીમના રોજમદારોનું થતું શોષણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App