આરોગ્ય કેન્દ્રનાં તબીબને TSOનો ચાર્જનો વિરોધ

માણસાનાં બિલોદરા પીએસસીનાં તબીબની હાજરીનાં કોઇ ઠેકાણા ન હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. ઉપ-સરપંચ રમેશજી ઠાકોરે કરેલી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:36 AM
આરોગ્ય કેન્દ્રનાં તબીબને TSOનો ચાર્જનો વિરોધ
માણસાનાં બિલોદરા પીએસસીનાં તબીબની હાજરીનાં કોઇ ઠેકાણા ન હોવાની ફરીયાદ ઉઠવા પામી છે. ઉપ-સરપંચ રમેશજી ઠાકોરે કરેલી લેખિત રાવ પ્રમાણે હાલ ચોમાસામાં મેલેરીયા, તાવ, ઝાડા-ઉલ્ટી જેવી બિમારીઓ વધી રહી છે. નાગરીકો પીએસસી પર સારવાર લેવા માટે જઇ રહ્યા છે. પરંતુ પીએસસી પર મુકવામાં આવેલા તબીબની નિયમીતતા જળવાતી નથી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો એમ એમ સોલંકી સાથે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ હતુ કે માણસા તાલુકા આરોગ્ય અધિકારીની એકાદ વર્ષ પહેલા બદલી બાદ બિલોદરાનાં મહિલા તબીબને તાલુકાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. હાલ એમઆરની રસીકરણની કામગીરી ચાલી રહી છે. તાલુકામાં અન્ય કામ હોવાથી ત્યાંપણ હાજર રહેવુ પડતુ હોવાથી પીએસસીમાં પહોચવામાં વહેલા મોડા થાય તે સ્વાભાવિક છે, પરંતુ ગ્રામજનોની રાવ પણ વાજબી છે.

X
આરોગ્ય કેન્દ્રનાં તબીબને TSOનો ચાર્જનો વિરોધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App