RTIની ઐસી તૈસી કરતા ઇન્ચાર્જ એઆરટીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની આરટીઓ કચેરીઓમાં નિયમો કડક કરાયા બાદ ભ્રષ્ટ્ર અધિકારીઓને સમસ્યાઓ થઇ ગઇ છે. નીતિ નિયમો નેવે મુકીને કામગીરી કરતા અધિકારીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગાંધીનગર આરટીઓ કચેરીમા ભ્રષ્ટ્રાચાર દુર કરવા જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ દ્વારા માહિતી માંગવામા આવી હતી. અરજી કર્યાને દોઢ મહિનો થવા છતા અરજદાર સુધી માહિતી પહોંચી નથી. આ બાબતે ઇન્ચાર્જ એઆરટીઓને પૂછતા ઉદ્ધતાઇ ભર્યો જવાબ આપ્યો હતો. કહ્યુ કે, માહિતી અમે મોકલી દીધી છે, ના મળી હોય તો અપીલ કરી દો. શુ અરજદારોએ એક અરજીમા જવાબ ના મળી શકે ?.

રાઇટ ટુ ઇન્ફોરમેશન કાયદો બનાવાયો છે. જેમાં સામાન્ય નાગરિકો માહિતી માંગ શકે છે અને અધિકારી તે જવાબ આપવા બંધાયેલો છે. ત્યારે ગાંધીનગર આરટીઓ કચેરીમાં ચાલતા ભ્રષ્ટ વહિવટને ઉજાગર કરવા એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી. ગત 18 જૂનના રોજ વિવિધ મુદ્દા ઉપર માહિતી મા઼ગી હતી. પરંતુ આરટીઓ અધિકારી કાયદાની પણ ઐસી તૈસી કરી રહ્યા છે.

આરટીઓમાં આરટીઆઇ કર્યાને દોઢ મહિનો થઇ ગયો છે. છતા અરજદારના ઘર સુધી માહિતી પહોંચી નથી. ત્યારે ઇન્ચાર્જ આરટીઓ અધિકારી ડી એમ પટેલને જવાબ બાબતે વાત કરતા કહ્યુ કે, અમારા દ્વારા જવાબ કરી દેવામા આવ્યો છે અને જો ના જવાબ ના મળ્યો હોય તો અપીલ કરો. શુ સામાન્ય નાગરિકોને એક અરજી બાદ જવાબ આપી શકતા નથી.

એનો મતલબ એવો થાય કે ભ્રષ્ટાચારને ઉજાગર થતો દબાવવા માટે માહિતીનો જવાબ આપવામા આવતો નથી.

અન્ય સમાચારો પણ છે...