ગાંધીનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખ તથા ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા એકાદ માસ પહેલા નવા પ્રમુખની પસંદગી બાદ જિલ્લા પંચાયતની 8 સમિતીઓની સમય મર્યાદા પણ પુર્ણ થઇ રહી છે. જેમાં અપીલ સમિતી, શિક્ષણ સમિતી, જાહેર આરોગ્ય સમિતી, જાહેર બાંધકામ સમિતી, કારોબારી સમિતી, સામાજીક ન્યાય સમિતી, ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતી તથા મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિનો સમાવેશ થાય છે.
નવા પ્રમુખ પ્રથમ સામાન્ય સભા આજે જિલ્લા પંચાયત ખાતે મળનાર છે. જેમાં આ તમામ સમિતીઓની રચના કરવામાં આવશે. ત્યાર બાદ સમિતીઓનાં ચેરમેન સહિતનાં હોદેદારો નક્કી કરવામાં આવશે. ગુરૂવારે સાંજે 7 વાગ્યે સામાન્ય સભા પુર્વે સમિતીઓ નક્કી કરવા મુદ્દે બેઠક પણ બોલાવવામાં આવી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો