દહેગામ પોલીસ મથકમાંથી ડિટેઇન થયેલી રિક્ષા ચોરાઇ

ગણતરીના સમયમાં રિક્ષા સાથે માનસિક બિમાર શખ્સને ઝડપી લેવાયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
દહેગામ પોલીસ મથકમાંથી ડિટેઇન થયેલી રિક્ષા ચોરાઇ
દહેગામ પોલીસે છેલ્લા પાંચેક દિવસથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરતાં સંખ્યાબંધ વાહનો ડિટેઇન કરી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મુકયા હતા. દરમ્યાન એક રીક્ષાનો માલિક દંડ ભરી રીક્ષા છોડાવવા આવતાં તેની રીક્ષા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં જણાઇ ન હતી. આ સાથે રીક્ષાના માલિકે હોબાળો મચાવીને ચોરીની ફરિયાદ નોંધવા માગણી કરી હતી. દરમિયાન ચોરીનો ગુનો દાખલ કરીને હરકતમાં આવેલી પોલીસે કમ્પાઉન્ડમાંથી ચોરાયેલી રીક્ષા સાથે મગોડીના શખ્શને ઝડપી લીધો હતો. ઝડપાયેલ શખ્શ માનસિક બિમાર હોવાનું બહાર આવ્યુ હતુ. રીક્ષા મળી જતાં પોલીસે અને તેના માલિકે રાહતનો દમ લીધો હતો.

આ અંગે પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન નાંદોલ રોડ પર છીંકણીવાળા કુવા પાસે રહેતાં સંદિપ કોદરજી ઠાકોરની જીજે18 એએકસ 7042 નંબરની રીક્ષા ડિટેઇન કરી મેમો આપ્યો હતો. ડિટેઇન કરેલી રીક્ષાને પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં રાખવામાં આવી હતી. રીક્ષાના માલિક સંદિપ કોદરજી ઠાકોરે આરટીઓમાં મેમો ભરી ચલાણની પહોંચ લઇ રીક્ષા પરત મેળવવા દહેગામ પોલીસ મથકે આવ્યા હતા. જ્યાં વાહનની ચાવી આપી દેવાઇ હતી. પરંતુ સંદિપ ઠાકોર રીક્ષા લેવા કમ્પાઉન્ડમાં પહોંચ્યા ત્યારે રીક્ષા જણાઇ ન હતી. આથી પોલીસ પણ હરકતમાં આવી શોધખોળ કરવા લાગી હતીઅને રીક્ષા ચોરી અંગેની ફરિયાદ પીએસઓએ અજાણ્યા શખ્શ વિરૂધ્ધ દાખલ કરી હતી.

પોલીસે કમ્પાઉન્ડમાંથી ચોરી થયેલી રીક્ષા શોધવા ચક્રો ગતિમાન કરતા ગણતરીના સમયમાં જ ગાંધીનગર રોડ પર સોલંકીપુરા પાટીયા પાસેથી ગાંધીનગરના મગોડી ગામના રહેવાસી સુરેશભાઇ ચંદુભાઇ રાવળને ચોરાયેલી રીક્ષા સાથે ઝડપી લીધો હતો. રિક્ષાની ચોરી કરનાર સુરેશભાઇ માનસિક બિમાર હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.

X
દહેગામ પોલીસ મથકમાંથી ડિટેઇન થયેલી રિક્ષા ચોરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App