Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » પ્રવીણ તોગડિયાની પરીષદમાં ભંગાણ, 200 ફરી VHPમાં

પ્રવીણ તોગડિયાની પરીષદમાં ભંગાણ, 200 ફરી VHPમાં

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:35 AM

ગુરૂકુલ ખાતેના કાર્યક્રમમાં કાર્યકરોને આવકાર

  • પ્રવીણ તોગડિયાની પરીષદમાં ભંગાણ, 200 ફરી VHPમાં
    વિશ્વ હિન્દુ પરીષદનાં પુર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડીયાને ભાજપ સરકાર સાથે વાંકુ પડ્યા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદની રચના કરી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં વીએસપી તથા બજરંગ દળ સાથે જોડાયેલા 200થી વધુ યુવાનો, હોદેદારો એએચપી છોડીને તોગડીયાની સાથે એવીપીમાં જોડાયા હતા.

    એએચપીનાં હોદેદારોની વરણી પણ કરાઇ હતી. જો કે હોદેદારોની વરણીમાં વર્ષોથી કામ કરતા યુવાનોને અન્યાય થયો હોવાનું તથા એએચપીમાં બધુ બરાબર ન હોવાની બુમ ઉઠી હતી અને શક્તિસિંહ નામનાં યુવાને એએસપી છોડ્યુ હતુ. જેને લઇને એએચપીમાં પણ આંતરીક અસંતોષ વધ્યો હતો. પરંતુ હોદેદારોએ આ યુવાનોને મનાવવાનો કે સાંભળવાનો પણ પ્રયાસ કર્યો નહોતો. જેના કારણે એક પછી એક એએચપીનાં કાર્યકરો છોડવા લાગ્યા હતા. અંતે સ્થિતી એવી નિર્માણ થઇ હતી તે માત્ર હોદેદારો જ એએચપીમાં વધ્યા છે. જયારે શક્તિસિંહ ઝાલા, હિતેષજી ઠાકોર, વિશાલજી ઠાકોર સહિતનાં 200 જેટલા યુવાનો ફરી વિશ્વ હિન્દુ પરીષદમાં જોડાઇ ગયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ