• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ભાજપના સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરોને સુધરી જવા તાકીદ

ભાજપના સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરોને સુધરી જવા તાકીદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરમાં ભારતિય જનતા પક્ષની કહેવાતી શિસ્તના લીરા ઉડાવી દેવા સમાન બનાવ ભાજપના સભ્યો દ્વારા જ મહાપાલિકામાં સામાન્ય સભામાં ગેરહાજરી રાખવાનો મુદ્દે સોમવારે જિલ્લાના પ્રભારી અને રાજ્યના પાણી પૂરવઠા મંત્રી પરબતભાઇ પટેલના નિવાસે યોજવામાં આવેલી બેઠકમાં સ્થાનિક સંગઠનના હોદ્દેદારો તથા સભામાં ગેરહાજર રહેનારા સ્થાયી સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર અને ભાજપના તમામ કોર્પોરેટરોને મોવડીઓએ શબ્દબાણોથી વિંધી નાખ્યા હતા. તમામને સુધરી જવા તાકીદ કરવાની સાથે ફરી આવું બન્યે પરિણામ ભોગવવાની તૈયારી રાખવા કહી દેવામાં આવ્યુ હતુ.

તારીખ 3 ઓગસ્ટના રોજ મેયર પ્રવિણભાઇ પટેલે સામાન્ય સભા બોલાવી હતી અને 7 દિવસ પહેલા દરેક નગરસેવકને જાણ કરીનૈ તેમની સહિ લેવામાં આવી હતી. આમ છતાં ભાના સમય પહેલા અડધા કલાકે સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે તેમની ચેમ્બરમાં સભ્યોની બેઠક બોલાવીને સામાન્ય સભામાં તમામે ગેરહાજર રહેવાનો નિર્ણય કરીને તેનો અમલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...