ગાંધીનગરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ

ગાંધીનગર | ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સેક્ટર 15 ગોપાલક કન્યા વિઘાલય ખાતે યોજાયેલા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
ગાંધીનગરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
ગાંધીનગર | ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સેક્ટર 15 ગોપાલક કન્યા વિઘાલય ખાતે યોજાયેલા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અસમાનતા દૂર થાય અને મહિલાઓના પ્રશ્નો સંધર્ષ બદલે સમજણથી હલ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. કલ્યાણકારી યોજનાઓના લાભ લઇ મહિલાઓ આર્થિક અને સામાજિક ક્ષેત્રે આત્મ સન્માન અને ગૌરવભેર આગળ વધે તો સામાજિક અસમાનતા આપોઆપ દૂર થઇ જશે. જનરલ અવેરનેસ રિસોર્સ પર્સન સેજલબેન જોષી, આઇસીડીએસના પ્રોગામ ઓફિસર આરતીબેન દવે મહિલાઓમાં સામાજિક બદલાવ આપે અને વધુ પગભર બની સ્વમાનભેર જીવનજીવે તે માટે પ્રેરણાદાયી પ્રવચનો કર્યો હતા.

X
ગાંધીનગરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App