ગાંધીનગર કચેરીને 5 વર્ષથી કાયમી ARTO મળતા નથી !!

ગાંધીનગર કચેરીને 5 વર્ષથી કાયમી ARTO મળતા નથી !!

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:35 AM IST
રાજ્ય સરકારની મોટાભાગની કચેરીઓ ડબલ ચાર્જમાં ચાલી રહી છે. કર્મચારીઓની ભરતી કરવાની જગ્યાએ સરકારી નિવૃત થઇ ગયેલા કર્મચારીઓને પાછા બોલાવી કામગીરી કરાવી રહી છે. ત્યારે ગાંધીનગર એઆરટીઓ કચેરીમાં પણ હાલમાં ડબલ ચાર્જમાં આવી ગઇ છે. ગાંધીનગર રાજ્યનુ પાટનગર હોવા છતા અને કચેરી રાજ્યમાં આવકમાં છઠ્ઠા નંબરે હોવા છતા છેલ્લા પાંચ વર્ષથી કાયમી એઆરટીઓ વિના કચેરીને હંકારવામાં આવી રહી છે. શરમજનક બાબત એ છેકે ઇન્ચાર્જ એઆરટીઓ રજા ઉપર જાય ત્યારબાદ રણીધણી વગરની કચેરી બની જાય છે.

જિલ્લામાં મોટી સંખ્યામાં વાહનો ખરીદાય છે. જયારે ટ્રાન્સપોર્ટ સહિતની કામગીરીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરિણામે ગાંધીનગર એઆરટીઓ કચેરીમાં કામનુ ભારણ વધવા લાગ્યુ છે. હાલમાં કચેરીમાં ખૂટતા ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ ભરવામાં આવી છે. જેને લઇને કામગીરી વહેંચી દેવાઇ છે. પરંતુ કચેરીની મુખ્ય પોસ્ટ એઆરટીઓ હજુ પણ ચાર્જમાં ચલાવવામાં આવી રહી છે. એઆરટીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓને તાલીમાં અલગ અલગ જિલ્લાની કચેરીમાં મુકવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીનગર કચેરીમાં પણ એક એઆરટીઓની ભરતી કરી હતી. પરંતુ તાજેતરમાં કરાયેલી બદલીમાં તેમને પણ જૂનાગઢ મુકવામાં આવતા કચેરી ઠેરની ઠેર આવી ગઇ છે.

ગાંધીનગર આરટીઓ કચેરીમાં વર્ષ 31 જાન્યુઆરી 2014 સુધી આર એ આચાર્ય ફરજ પર હતા. ત્યારબાદ 1 ફેબ્રુઆરી 2014થી હાલ સુધી ત્રણ અધિકારી બદલાય છે. જે તમામ ઇન્સ્પેક્ટર હતા, પરંતુ તેમને એઆરટીઓનો ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલ પણ ઇન્ચાર્જમાં જ કચેરી ચાલી રહી છે. પરિણામે કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારોની કામગીરીમાં રૂકાવટ આવી રહી છે. હાલમાં ચાર્જમાં રહેલા એઆરટીઓ ડી એમ પટેલને અન્ય રાજ્યમાં તાલીમમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે કચેરી નધણિયાતી હોય તેવી થઇ ગઇ છે. ત્યારે સવાલ એ છેકે સરકાર કેમ કાયમી એઆરટીઓની ભરતી કરતી નથી ?.શુ સરકારને કાયમી અધિકારી મળતા જ નથી ?. અરજદારોને ધક્કા ખવા પડે તેવી સ્થિતિ શા માટે ઉભી કરવામાં આવી રહી છે ?.તેવા અનેક સવાલો સાથે અરજદારો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

X
ગાંધીનગર કચેરીને 5 વર્ષથી કાયમી ARTO મળતા નથી !!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી