RO પ્લાન્ટ-વોટર કૂલર માટે નવેસરથી ટેન્ડર કરવા ઠરાવ

ગત વખતે કરેલી ખરીદીની સામે ઉંચા ભાવના ટેન્ડર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
RO પ્લાન્ટ-વોટર કૂલર માટે નવેસરથી ટેન્ડર કરવા ઠરાવ
સ્થાયી સમિતિની બેઠકમાં ગુરુવારે નગર સેવકોની ગ્રાન્ટમાંથી ખરીદવાના થતા ણીના શુદ્ધિકરણ માટેના આરઓ મશીન અને વોટર કુલરના ટેન્ડર નામંજુર કરવાનો કરવાનો મહત્વનો નિર્ણય લેવા સાથે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાનો ઠરાવ કરાયો હતો. આ સંબંધમાં ટેન્ડર પ્રક્રિયા કરાઇ ત્યારે જ આશ્ચર્ય એ વાતનું સર્જાયુ હતુ કે અગાઉ 80 નંગ વોટર કુલર રૂપિયા 41,400ના ભાવે ખરીદાયા હતા. નવા ટેન્ડરમાં તેનો લોએસ્ટ ભાવ રૂપિયા 46,960નો આવ્યો હતો. અગાઉ 100 લીટર ક્ષમતાના આરઓ મશીન રૂપિયા 46, 803ની કિંમતથી 105 નંગ ખરીદવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે 150 લીટર ક્ષમતાના આરઓ મશીનના ટેન્ડરમાં લોએસ્ટ ભાવ રૂપિયા 1, 04, 472નો આવ્યો હતો. આ મુદ્દો મહાપાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા માટે કમિશનરને ભલામણ કરવામાં આવી હતી. ત્યારે એ વાત નોંધવી રહેશે કે અગાઉ આ સાધનો હાલના ટેન્ડરના બાવથી ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવ્યા હતા.

X
RO પ્લાન્ટ-વોટર કૂલર માટે નવેસરથી ટેન્ડર કરવા ઠરાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App