જુસિકાએ મુક્તિધામમાં રાખેલા કર્મીને આઉટસોર્સમાં સમાવાની તજવીજ

મહાપાલિકા દ્વારા દાનની રકમની પહોંચ મહાપાલિકાના બદલે સંસ્થાના નામે ફાડવામાં આવતી હોવાનું કારણ આપીને જુનિયર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
જુસિકાએ મુક્તિધામમાં રાખેલા કર્મીને આઉટસોર્સમાં સમાવાની તજવીજ
મહાપાલિકા દ્વારા દાનની રકમની પહોંચ મહાપાલિકાના બદલે સંસ્થાના નામે ફાડવામાં આવતી હોવાનું કારણ આપીને જુનિયર સિટીઝન કાઉન્સીલ પાસેથી મુક્તિધામનું સંચાલન પરત લઇલેવાની સાથે ઉપરોક્ત રકમના હિસાબના ચોપડા માગવામાં આવ્યાના વિવાદિ બનાવ બાદ હવે ઉપરોક્ત સંસ્થા દ્વારા મુક્તિધામના સંચાલન માટે જે માણસો રાખવામાં આવ્યા હતા. તે તમામને આઉટસોર્સ કર્મચારી તરીકે સમાવી લઇને તેમની નોકરી ચાલુ રાખવાનો નિર્ણય શુક્રવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સમય મર્યાદામાં અગ્નિ સંસ્કાર માટેના લાકડા એક કોન્ટ્રાક્ટર પુરા પાડી ના શકે તો તુરંત બીજા પાસેથી લઇ શકાય તેવા હેતુથી લેવાયેલા આ નિર્ણયમાં અમદાવાદના શિવશક્તિ ડેપો અને ગાંધીનગરના ભૂપેન્દ્રભાઇ પટેલ અને કાળાભાઇ દંતાણી પાસેથી પ્રતિ20 કિલો જલાઉ લાકડા રૂપિયા 65ના ભાવે ખરીદવા માટેનો ઇજારો આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને મંજુર રાખવામાં આવી હતી.

X
જુસિકાએ મુક્તિધામમાં રાખેલા કર્મીને આઉટસોર્સમાં સમાવાની તજવીજ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App