લવારપુરમાં બુટલેગરનાં ઘરે દરોડો, 12 બોટલ મળી, આરોપી ફરાર

ડભોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર એએસઆઇ પૂજાબેન જગદીશભાઇ તેમની ટીમ સાથે બુધવારે સવારે લવારપુર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
લવારપુરમાં બુટલેગરનાં ઘરે દરોડો, 12 બોટલ મળી, આરોપી ફરાર
ડભોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર એએસઆઇ પૂજાબેન જગદીશભાઇ તેમની ટીમ સાથે બુધવારે સવારે લવારપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લવારપુર ગામમાં રહેતા મનોજ ભીમાજી ઠાકોર તથા સુરેશ ભીમાજી ઠાકોર પોતાનાં ઘરે દારૂ રાખીને વેચાણ કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ દરોડો પાડતા બંને શખ્સો ઘરે હાજર મળી આવ્યા હતા. પોલીસ ઘરમાં દારૂ શોધી રહી હતી ત્યારે પોલીસની બેદરકારીથી મનોજ ભીમાજી ઠાકોર નાસી ગયો હતો. જયારે સુરેશને પોલીસે પકડી રાખ્યો હતો અને ઘરમાં તપાસ કરતા ઓફિસર ચોઇસ વ્હીસ્કીની 12 બોટલ મળી આવી હતી. પોલીસે જેની કિંમત રૂ.4800 ગણીને આરોપી સુરેશની ધરપકડ કરીને બંને સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
લવારપુરમાં બુટલેગરનાં ઘરે દરોડો, 12 બોટલ મળી, આરોપી ફરાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App