• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જામીન પર છુટેલા આરોપીને ફરાર થયા બાદ તેના ઘરેથી ઝડપી લેવાયો

જામીન પર છુટેલા આરોપીને ફરાર થયા બાદ તેના ઘરેથી ઝડપી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરમતિ જેલમાં રહેલા આરોપીને દસ દિવસના જામીન મળ્યા હતા. જામીન બાદ આરોપી સેન્ટ્રલ જેલમાં હાજર થવાની જગ્યાએ ભાગી ગયો હતો. ત્યારે ગાંધીનગર સેક્ટર 7 પોલીસે ફરાર આરોપીને બાતમીના આધારે તેના જ ઘરેથી ઝડપી લીધો હતો.

ગાંધીનગર સેક્ટર 6ના ડબલ મર્ડર કેસનો મુખ્ય સૂત્રધાર આમીન બાદશાહ પેરોલ જમ્પ થઈ ગયો છે. તેનો સાગરીત વાવોલનો શશી ગત મહિને વચગાળાના જામીન મેળવી ને નીકળ્યો હતો અને ત્યાર બાદ પેરોલ જમ્પ કરીને ભાગતો ફરતો હતો. શશી તેના ઘરે વાવોલ ખાતે પહોંચ્યો અને ત્યાં બેઠો હતો ત્યારે જ સેક્ટર 7 પોલીસની ટીમે બાતમીના આધારે શશીને ઝડપી લીધો હતો. પેરોલ જમ્પ શશીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સેન્ટ્રલ જેલ પરત મોકલવા પોલીસે કવાયત શરૂ કરી છે.

સેક્ટર 6માં રહેતી ડો.નુપુર અને તેની માતાની ઘરમાં ઘૂસીને કરપીણ હત્યા કરી લૂંટ ચલાવી લેવામાં આવી હતી. આ ચકચારી પ્રકરણમાં પોલીસે પડોશમાં રહેતો આમીન બાદશાહ અને તેના સાગરીતોની ધરપકડ કરી લીધી હતી. તેમની પાસેથી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. એકવાર ફરી કોર્ટમાં થી મુખ્ય સૂત્રધાર આમિર બાદશાહ ભાગી ગયો હતો ત્યારે માંડ પોલીસ પકડી લાવી હતી ત્યાર બાદ તાજેતરમાં જ તે ફરીથી પેરોલ મેળવીને પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો છે. તેનો સાગરીત વાવોલ કુબેરનગર ખાતે રહેતો શશી ઉર્ફે શશીકાંત રતિલાલ મકવાણા પણ ગત મહિને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...