ગણપતપુરાની સીમમાં પોલીસના દરોડામાં 2 જુગારી ઝડપાયા

સાતેજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર પીએસઆઇ વી એ શેખ તેમની ટીમ સાથે જાસપુર કેનાલ વિસ્તારમાં બુધવારે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
ગણપતપુરાની સીમમાં પોલીસના દરોડામાં 2 જુગારી ઝડપાયા
સાતેજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર પીએસઆઇ વી એ શેખ તેમની ટીમ સાથે જાસપુર કેનાલ વિસ્તારમાં બુધવારે સાંજનાં સુમારે પેટ્રોલીંગમાં હતા ત્યારે ગણપતપુરા ગામની સીમમાં કેનાલ પાસે ખુલ્લામાં ખરાબાની જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી એલઆર અનિલસિંહને બાતમી મળી હતી. જેનાં આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને બાવળની ઝાડીઓમાં કુદીને ભાગી ગયા હતા. બે શખ્સો રમણજી ઠાકોર (રહે ગણપતપુરા, તા કલોલ) તથા છનાજી શંભુજી ઠાકોર (રહે ઉસ્માનાબાદ, વડવાળોવાસ, તા કલોલ) ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી તથા આરોપીઓની અંગઝડતી લઇને રૂ.11010ની રોકડ તથા બે બાઇક મળીને કુલ રૂ.46010નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડેલા બે બાઇકમાંથી એક બાઇક છનાજીનું છે જયારે બીજુ ફરાર થઇ જનારા જુગારીઓમાંથી કોઇનું હોવાનું જાણવા મળ્યુ હતુ.

X
ગણપતપુરાની સીમમાં પોલીસના દરોડામાં 2 જુગારી ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App