પાણીનો કાયમી ઉકેલ ઇન્દ્રોડા બેરેજ અધ્ધરતાલ રહ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ઇન્દ્રોડાથી આગળ બેરેજ બનાવવાની યોજના ફરી વાર શરૂ કરીને પૂર્ણ કરવામાં આવે તો તમામ પ્રકારની પાણીની જરૂરત પૂરી થવાની સાથે નર્મદાના મોંઘા ભાવના પાણી બચાવી શકાય તેમ છે.

અધૂરી મૂકેલી યોજના પૂર્ણ કરવા માગ
ગાંધીનગર શહેર અને જિલ્લાના વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઇના પાણીની વ્યવસ્થા માટે નર્મદા કેનાલ આધારિત સફળ યોજના અમલમાં છે. પરંતુ એક સમયે હાથ ધરાયા પછી પડતી મૂકી દેવાયેલી સાબરમતી નદીના પટમાં સંત સરોવરની જેમ યોજના બનાવવા આયોજન કરાયું છે.

પાટનગરમાં સ્થાપના કાળ બાદના દિવસોમાં સાબરમતી નદીનું પાણી ઇન્ટેક વેલ મારફતે મેળવીને શુદ્ધ કર્યા બાદ વિતરણ કરવામાં આવતું હતું. ગાંધીનગર શહેરની વસતી વધવાના પગલે પાણીની જરૂરત વધતાં નદીમાં ફતેપુરા પાસે 10 એમ.જી.ડીની ક્ષમતાનો રેડિયલ વેલ બાંધવામાં આવ્યા પછી 1994-95માં આટલી જ ક્ષમતાનો બીજો રેડિયલ વેલ સરિતા ઉદ્યાન પાસે કાર્યરત કરવામાં આવ્યો હતો. ૧૯૯૯ના ગાળામાં સાબરમતી નદીમાં વહેતાં પાણી તદ્દન સૂકાઇ જવાના કારણે ઉપરોક્ત બંને રેડિયલ વેલ નકામા બની ગયા હતાં.

ગાંધીનગર મહાપાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલે ભૂતકાળમાં મુખ્યમંત્રીને આ મુદ્દે રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, ઇન્દ્રોડા બેરેજનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવ્યું હોત તો ગાંધીનગર શહેર અને આસ પાસના વિસ્તાર માટે નર્મદા યોજનાનો સહારો લેવો પડત નહીં અને અમદાવાદના વાસણા બેરેજની માફક કુદરતી સંશાધનનો મહતમ ઉપયોગ થવાની સાથે શહેરની સુંદરતા પણ અપ્રતિમ થઇ શકે તેમ હતું. આ ઉપરાંત હાલમાં ગાંધીનગર વિસ્તારમાં ભૂર્ગભ જળની સપાટી ઉંચી લાવવા માટે જે કરોડોના ખર્ચની યોજના હાથ ધરવામાં આવી છે. તેને કુદરતી રીતે જ બળ મળી શકતું હતું. જમીનની અંદર સંગ્રહાયેલા રહેતા પાણીની ગુણવતા પણ અવલ દરજ્જાની આ કારણે જ જાળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...