ખેરપુરનાં યુવાનનાં હત્યાનાં આરોપીઓને સજાની કરવાની માંગ

ખેરપુરનાં યુવાનનાં હત્યાનાં આરોપીઓને સજાની કરવાની માંગ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:35 AM IST
મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાનાં ખેરપુરનાં ગૌરક્ષક રાજુભાઇ ગાંડાભાઇ રબારીની ગત તા 25મી જુલાઇનાં રોજ રાજપુર તથા નંદાસણનાં કસાઇઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારે ગુરૂવારે મોટી સંખ્યામાં રબારી સમાજ સહિતનાં જુદા જુદા સમાજનાં લોકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ધરણા પર બેઠા હતા. જેમાં માલધારી સમાજનાં આગેવાન નાગજીભાઇ દેસાઇ પણ હાજર રહ્યા હતા. ગાંધીનગર કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે રાજુભાઇની હત્યામાં સંડોવાયેલા શખ્સો જાહેરમાં ગાયોની કતલ કરીને ભયનું વાતાવરણ ઉભુ કરે છે. હત્યામાં સંડોવાયેલા તમામ શખ્સોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

X
ખેરપુરનાં યુવાનનાં હત્યાનાં આરોપીઓને સજાની કરવાની માંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી