પિડીતાને નવજીવન બક્ષવામાં નારી સંરક્ષણગૃહની ભૂમિકા મહત્વની

ભાસ્કર િવશેષ | મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સ્વ સુધાર ગૃહની મુલાકાત લેતાં જિલ્લા કલેકટર એસ. કે....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
પિડીતાને નવજીવન બક્ષવામાં નારી સંરક્ષણગૃહની ભૂમિકા મહત્વની
મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર એસ કે લાંગાએ સેકટર ૧૨માં ૧૯૮૪થી કાર્યરત નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇને નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય લઇ રહેલી ૩૦ જેટલી બાળાઓને માનસિક સાંત્વન આપવા સાથે આત્મ વિશ્વાસ, સન્માન અને ગૌરવભેર જીવન જીવીને નવી આશાઓ સાથે આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપતા કહ્યું હતુ કે ગૃહકલેશ, લગ્ન જીવન વિખવાદ, માનસિક ત્રાસ, દહેજ જેવા સામાજીક દૂષણોનો ભોગ બનેલી મહિલાઓને આશ્રય અને રક્ષણ તથા પુન:વસવાટ દ્વારા નવું જીવન બક્ષવામાં નારી સંરક્ષણ ગૃહોની ભૂમિકા ખૂબ જ મહત્વની છે.

સ્ત્રી શક્તિ અને સર્જક છે. મહિલાઓની મુશ્કેલીઓ અને સમસ્યાઓ મોટાભાગે મહિલાઓ દ્વારા જ ઉદૂભવે છે.

નારી સંરક્ષણ ગૃહનું નામ સ્વધાર ગૃહ છે, તેનો ઉલ્લેખ કરી કલેકટરે જણાવ્યું કે, અઘટિત ઘટનાઓથી વ્યાકૂળ થવાની જરૂર નથી. જિલ્લા વહીવટી તંત્ર નારી સંરક્ષણ ગૃહોની જરૂરિયાત તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓના નિવારણ માટે કટિબધ્ધ છે. આ પ્રસંગે પ્રોટેકશન અધિકારી નિલેશ્વરીબા ગોહિલ તથા નારી સંરક્ષણ ગૃહના પ્રમુખ શર્મિષ્ઠાબેન દવેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કલેકટરે નારી સંરક્ષણ ગૃહમાં મહિલાઓ માટેની સુવિધાઓ અને સેવાકીય પ્રવૃત્તીઓમાં સામેલ મહિલાઓની સેવાઓને બિરદાવી હતી.

ગાંધીનગર મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા કલ્યાણ દિવસ અંતર્ગત જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ સેકટર-૧૨ ખાતે ૧૯૮૪થી કાર્યરત નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી.-કલ્પેશ ભટ્ટ

ગાંધીનગરમાં મહિલા કલ્યાણ દિનની ઉજવણી

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ગોપાલક કન્યા વિદ્યાલયમાં જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અસમાનતા દૂર થાય અને મહિલાઓના પ્રશ્નો સંઘર્ષના બદલે સમજણથી હલ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. મહિલાઓમાં શિક્ષણ, રોજગાર અને આરોગ્યલક્ષી યોજનાઓના લાભ લઇ મહિલાઓ આર્થિક અને સામાજિક ક્ષેત્રે આત્મ સન્માન અને ગૌરવભેર આગળ વધે તો સામાજિક અસમાનતા આપોઆપ દૂર થઇ જશે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી પી બ્રહ્મભટ્ટ, નાયબ મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયા અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
પિડીતાને નવજીવન બક્ષવામાં નારી સંરક્ષણગૃહની ભૂમિકા મહત્વની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App