સોલૈયા પ્રજાપતિ પરિવારના ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસાના સોલૈયામાં ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરાયો હતો.સોલૈયા પ્રજાપતિ પરિવારના આરાધ્ય દેવી બહુચર માતાજીની નવીન મંદિરમાં પધરામણી કરવામાં આવી હતી. વડવાઓ(પૂર્વજો) દ્વારા જૂના મંદિરમાં પણ જેની પૂજા-અર્ચના-આરાધના થતી આવી છે એવાં બહુચરાજી માતાજીને ધામધૂમથી રંગેચંગે નવીન મઢમાં પ્રસ્થાપિત કરાયા હતાં. પરિવારની કુંવારિકા દીકરીઓએ તાંબાના કળશ લઈ માતાજીનું સાત્ત્વિક સામૈયું કર્યું હતું. સોલૈયા પ્રજાપતિ પરિવારના સમસ્ત ભાઈ-બહેનો વાજતે ગાજતે માતાજીની જ્યોત લાવ્યા હતા. સાથે સાથે ઝાંપડી માતા અને લાલબાઈ-ફૂલબાઈ માતાના વળામણાંનો ભવ્ય કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો.

સોલૈયા પ્રજાપતિ પરિવારના દેશ-વિદેશમાં સ્થાયી થયેલા સ્નેહીજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સદર ત્રિવિધ ઉત્સવમાં આધ્યાત્મિક આસ્થાનું પુનિત પાવન વાતાવરણ જોવા મળ્યું હતું. સદર ધાર્મિક,આધ્યાત્મિક સમારોહમાં સમગ્ર ભોજન દાતા સ્વ. ડૉ. કેશુભાઈ સેંધારામ પ્રજાપતિ અને ગં. સ્વ. કૈલાસબેન કેશુભાઈ પ્રજાપતિના સ્મરણાર્થે અશોકકુમાર કેશુભાઈ પ્રજાપતિ પરિવાર (USA) તરફથી જાહેર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...