તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી જમીન પરના દબાણો ઉખાડી ફેંકવા કલેક્ટરનો હુકમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં સરકારી જમીન પર ઉભા થઇ ગયેલા તમામ પ્રકારના દબાણો ઉખાડી ફેંકવાનો આદેશ કલેક્ટર દ્વારા કરી દેવામાં આવ્યો છે. સાથે પાટનગરના વિવિધ સેક્ટરમાં કાયમી ધોરણે જેવા થઇ ગયેલા ઢોરવાડાના મુદ્દાને પણ ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તેને હટાવી દેવાનો તથા તેમાં જરૂર પડે ત્યાં પોલીસની મદદ લેવાની સુચના આપવામાં આવી છે. કલેક્ટર દ્વારા મુદ્દે થયેલી કામગીરીનો અહેવાલ આપવા પણ કહ્યું છે. ત્યારે નોંધવું રહેશે કે મહાપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલી દબાણો ખસેડવાની અને રખડતા ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી હવે વધુ વેગવાન બની શકશે.

કલેક્ટર સતીષ પટેલની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં પાટનગરમાં દબાણ અને રખડતા ઢોર તથા ઢોરવાડાના મુદ્દાને લઇ સઘન ચર્ચા કરવામાં આવી હતી. એક તરફ ગાંધીનગર શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો અપાવવા માટે તમામ તંત્ર દ્વારા જોરશોરથી કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે પાટનગરમાં દબાણનો પ્રશ્ન વિકરાળ થઇ ચૂક્યો છે. પરપ્રાંતમાંથી અહીં પેટિયુ રળવા આવતા ક્ષમજીવીઓને રેનબસેરા જેવી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે બહારથી આવતા મજુરોએ અહીં ઝુંપડા બાંધીને રહેવા સિવાયનો કોઇ વિકલ્પ રહેતો નથી.

સંકલન સમિતિની બેઠકમાં પાટનગરવાસીને સીધી સ્પર્શતી રખડતા ઢોરની સમસ્યા ચર્ચાઇ હતી. રખડતા ઢોરના કારણે થતાં અકસ્માત અને ટ્રાફિક જામ, તેના કારણે ફેલાતી વ્યાપક ગંદકી સહિતના મુદ્દા ચર્ચાયા હતાં. ચોમાસુ બેસવાની પહેલાં અન્ય જિલ્લાના પશુ પાલકો પણ ગાંધીનગર આવી જતાં હોય છે. પાટનગરના દરેક સેક્ટરમાં ખુલ્લા મેદાનમાં ઉગી નીકળતા ઘાંસ અને વનસ્પતિ પર તેઓ ચાર મહિના ટુંકા કરી લેતા હોય છે. પરંતુ દુધના વેપારના સંબંધે સેક્ટરોમાં કેટલાક માલધારીઓ દ્વારા ઢોરવાડા ઉભા કરી દેવામાં આવ્યા છે. તેમના ઢોર રખડતા રહેતા હોય છે. પાટનગરમાં રખડતા ઢોર, સેક્ટરોમાં ઉભા થઇ ગયેલા ઢોરવાડા અને ઢુંપડા અને છાપરાના વ્યાપક દબાણનો મુદ્દો તો વિધાનસભામાં પણ ચર્ચાઇ ચૂકેલો છે. મુદ્દાને હવે ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને બીજી તરફ મહાપાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવાઇ હોવાથી રહેવાસીઓને થોડી ઘણી સાનુકૂળતા અનુભવાશે. દરમિયાન કલેક્ટર દ્વારા રહેણાંક વિસ્તારોમાં અને વાણિજ્ય વિસ્તારોમાં ધાર્મિક હેતુ સહિતના દબાણો મુદ્દે પણ કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

ઢોરવાડા હટાવવાના મુદ્દે પણ તંત્ર ગંભીર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો