સે. 21માં ગલ્લો તોડી 7 મોબાઇલ ચોરનાર ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરપાસેનાં બોરીજ ગામે રહેતા ઉમેશભાઇ હરગોવિંદભાઇ પ્રજાપતી સેકટર 21નાં શોપીંગમાં જય માતાજી મોબાઇલ શોપ નામે ગલ્લામાં દુકાન ચલાવે છે. મંગળવારે સવારે ઉમેશભાઇ દુકાન પર આવ્યા ત્યારે ગલ્લો તોડીને કોઇ રૂ. 28 હજારની કિંમતનાં 7 મોબાઇલ ચોરી ગયો હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જે અંગે સેકટર 21 પોલીસે સાંજ સુધીમાં 15 વર્ષનાં આશરાનાં ટાબરીયાને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...