• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • શહેરના વોર્ડ ચારમાં પાણી પુરુ નહીં પડાય તો વડાપ્રધાનને રોકવા ચીમકી

શહેરના વોર્ડ ચારમાં પાણી પુરુ નહીં પડાય તો વડાપ્રધાનને રોકવા ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા એક મહિનાથી સેક્ટર 23,24 અને 25માં પાણી માટે કાગારોળ મચી ગઇ છે. મહાપાલિકામાં રજૂઆત કરવા છતા પાણી પુરુ પાડવામાં આવતુ નથી. ગાંધીનગર મહાપાલિકા લોકોને સુવિધાઓ પુરી પાડવામાં વામણી પુરવાર થઇ રહી છે. એક તરફ સ્માર્ટ સિટીમાં સમાવેશ કરાય છે ને બીજી તરફ લોકો પાણીના પોકાર નાખી રહ્યા છે.

નાગરિકોને પાણીની સમસ્યામાંથી બહાર લાવવા ટેન્કર દ્વારા પાણી પુરુ પાડે તેવી અમારી માંગણી છે. જો સરકાર અમારી માંગણીની અવગણના કરશે તો પીએમનો રસ્તો રોકી જવાબ માંગવામાં આવશે.

શહેરના વિવિધ સેક્ટરોમાં પીવાના પાણીના મુદ્દે સેક્ટરવાસીઓએ પાટનગર યોજના ભવન કચેરી ખાતે દેખાવો કરી આવેદનપત્ર આપ્યું હતું.

પીવાનુ પાણી પુરૂ પાડવામાં સરકાર નિષ્ફળ ગયાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...