• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • શિક્ષણ સહાયકની ભરતીમાં ગોટાળો ચોથા રાઉન્ડનું લિસ્ટ બહાર પડાયંુ

શિક્ષણ સહાયકની ભરતીમાં ગોટાળો ચોથા રાઉન્ડનું લિસ્ટ બહાર પડાયંુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલગ અલગ જિલ્લામાંથી સચિવાલયની શિક્ષણની કચેરીમાં એકઠા થયેલા ઉમેદવારોએ કહ્યુ કે ગુજરાતનુ શિક્ષણ તંત્ર ખાડે ગયુ છે. બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2016માં પહેલો રાઉન્ડ જાહેર કરી ભરતી પ્રક્રિયાનો આરંભ કરાયો હતો. જે હાલના સમયે પણ પૂરો થયો નથી. પહેલા, બીજા અને ત્રીજા રાઉન્ડમાં કુલ જગ્યાઓ, પસંદગી યાદી, મેરીટ નંબર ફાળવેલ જગ્યાઓ જેવી તમામ માહિતી ઓન લાઇન મુકવામાં આવી હતી.પરંતુ ચોથા રાઉન્ડમાં પ્રકારની કોઇ માહિતી મુકવામાં આવી નથી. ત્યારે ભરતીમાં ગોટાળા કરાયા હોય તે સ્પષ્ટ થઇ રહ્યુ છે.

શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપર નિયમ મુકવામાં આવ્યા હતા કે જે ઉમેદવાર એકવાર જિલ્લા પસંદગી પૂર્ણ કરે છે તેને પુન: લાભ આપવામાં આવતો નથી. છતા ચોથા રાઉન્ડમા હાલમાં નોકરી કરતા હોય તેવા ઉમેદવારોને મેસેજ મોકલવામા આવ્યા છે. તેનુ એક માત્ર કારણ અગાઉ હાજર થયેલા ઉમેદવારોને નજીક લાવવાનુ છે. જો ચોથા રાઉન્ડમાં આવી જાય તો વતન પાસેની કોઇ ખાલી જગ્યામાં સમાવેશ થઇ જાય. પરંતુ આમ કરવાથી નોકરીની રાહ જોઇ રહેલા ઉમેદવારો રાહ જોતા રહે છે. પહેલા રાઉન્ડ બાદ મેરીટ હમેશા નીચુ જતુ હોય છે તેની જગ્યાએ ત્રીજા રાઉન્ડમાં હિન્દીનુ મેરીટ ઓપન કેટેગરીમાં 65.54 હતુ. જે ચોથા રાઉન્ડમાં નીચેની જગ્યાએ ઉપર જતા 69.12 ટકા રહ્યુ છે. તમામા બાબતો સ્પષ્ટ કરી આપે છેકે શિક્ષણ સહાયકની ભરતીમાં ભરપુર ભષ્ટ્રાચારની બૂ આવી રહી છે.

ચોથા રાઉન્ડમા હાલમાં નોકરી કરતા હોય તેવા ઉમેદવારોને મેસેજ મોકલાયા

વિદ્યાસહાયકોની ભરતીના ચોથા રાઉન્ડમાં પ્રથમ તબક્કે નોકરી પર લાગી ગયેલા યુવાનોને કચેરી દ્વારા મેસેજ કરતા રોષ ભભૂકી ઉઠ્યો હતો

ઉમેદવારોએ સાંજ સુધી ગાંધીનગરની કચેરીનો ઘેરાવ કરતા દોડધામ

અન્ય સમાચારો પણ છે...