- Gujarati News
- છૂટા કરવાનો નિર્ણય લેવાતાં કોલવડાના આચાર્ય પેથાપુરની શાળામાં હાજર થયાં
છૂટા કરવાનો નિર્ણય લેવાતાં કોલવડાના આચાર્ય પેથાપુરની શાળામાં હાજર થયાં
ગાંધીનગરજિલ્લા પંચાયત હસ્તકની કોલવડાની શાળામાં વિદ્યાસહાક તરીકે ફરજ બજાવતો શિક્ષક એકાએક ગૂમ થઇ જવાની ઘટનામાં વિવાદે ચઢેલા આચાર્ય હસમુખભાઇ પટેલની પેથાપુર બદલી કરી દેવામાં આવી હતી. તેઓ બદલીના સ્થળે હાજર થતાં જિલ્લા શિક્ષણાધિકારીએ છૂટા કરી દેવાનો નિર્ણ કરતાં આરાર્ય પેથાપુરની શાળામાં હાજર થઇ ગયાં હતાં. જો કે આચાર્યએ એવો આક્ષેપ કર્યો હતો કે સ્કૂલના સારા પરિણામ અને બાળકોના સારા ભવિષ્ય માટે નિયમોનું પાલન કરાવવાની મારી ફરજને હુ વળગી રહ્યો હતો. તેના કારણે આજે મારે એક વિદ્યાસહાકના કારણે બદનામી વોરવી પડી છે અને મારો જવાબ સાંભળ્યા વગર મને છૂટો કરી દેવાના એક તરફી નિર્ણયથી મને અન્યાય થયો છે. એસએમસીના અધ્યક્ષ રામાભાઇ દેસાઇ સહિત સભ્યોએ આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને એક આવેદનપત્ર આપ્યુ હતું. તેમાં આચાર્ય હસમુખભાઇ પટેલને યોગ્ય ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી છે. તેમાં જણાવાયુ છે કે બાળકોના સારા શિક્ષણને લક્ષમાં લઇ આચાર્ય શૈક્ષણિક કાર્ય માટે ખુબ સજાગ હતાં. નિયમ પાલનમાં પણ કડક હોવાથી તેઓની બદલી કરાવવા માટે વિવાદ ઉભો કરાયો હતો.