કલોલનો જમીન દલાલ પત્ની તેમજ બે દિકરીઓ સાથે ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલમાં જમીનની દલાલીનું કામ કરતો નાયક પરિવારનો યુવાન ગત 7મી જુલાએ તેની પત્ની અને બે બાળકીને લઇને ઘરેથી કોઇને કંઇ જ કહ્યા વગર નીકળી ગયા પછી આ પરિવાર બે પતા બની ગયો છે. આખરે પરિવાર સાથે ગુમ થયેલા યુવાનની વિધવા માતાએ આ સંબંધમાં પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તપાસ શરી કરવામાં આવી છે સ્થાનિક વિસ્તારમાં આ બનાવે ભારે ચર્ચા જગાવી છે.

કલોલ રેલ્વે પૂર્વ રહેતા પરીવારનો દિકરો પોતાની પત્ની તેમજ બે પુત્રીઓ સાથે ગુમ થતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે તેમના માતાએ પોલીસ મથકે જાણ કરતા તપાસ હાથ ધરાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પૂર્વ વિસ્તારમાં આવેલ નારદીપુરનગરમાં જ્યોત્સનાબેન શંકરલાલ નાયક પોતાના પરીવાર સાથે રહે છે. જેમના પતિનુ અવસાન આશરે નવ વર્ષ પહેલા થયુ હતુ. મહિલાને સંતાનોમાં ત્રણ દિકરા છે. જેમા સૌથી મોટો જીતેન્દ્ર તેનાથી નાનો ભાવેશ અને સૌથી નાનો જસવંત છે. તેમનો 38 વર્ષિય મોટો દિકરો જીતેન્દ્ર જે જમીનની દલાલીનું કામ કરે છે. તે તારીખ 7મી જુલાઇના રોજ પત્ની ભગીરથીબેન તેમજ બે દિકરીઓ કાવ્યા અને નવ્યાને સાથે લઇને ઘરે કોઇને કાંઇ કહ્યા વગર ચાલી જતા ભારે ચકચાર મચી છે. ગુમ પુત્ર અને તેના પરીવારને આસપાસમાં તેમજ સગાસબંધીને ત્યાં ભારે શોધખોળ કરવા છતા કોઇ ભાળ મળી ન હતી. આખરે જ્યોત્સનાબેને આ અંગે કલોલ પોલીસ મથકે જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...