ડભોડામાં જિલ્લા કક્ષાનાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ નિમીતે જુદા જુદા ગામડાઓમાં શાળાઓ તથા આરોગ્ય તંત્ર દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાનાં સૌથી વધુ વસ્તી ધરાવતા ડભોડા ગામમાં જિલ્લા કક્ષાનો વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો હતો. જિલ્લા ડેપ્યુટી આરોગ્ય અધિકારી પિયુષ પટેલની હાજરીમાં ડભોડા પીએસસી તથા શાળાનાં સહયોગથી યોજવામાં આવેલી રેલીમાં 1225 વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં સ્થાનીક સદસ્ય, સરપંચ, ગ્રામ પંચાયતનાં સદસ્યો, આશાવર્કર બહેનો તથા આંગણવાડીનો સ્ટાફ પણ જોડાયો હતો. 2 કિલોમીટર લાંબી રેલી ડભોડામાં ફરી હતી. ડભોડીયા હનુમાન દાદાનાં મંદિર પાસે બાળકોને સુખડી તથા નાસ્તો આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...