તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનપા, નગરપાલિકાઓને ઘન કચરાનંુ વ્યવસ્થાપન ભણાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | દેશમાં સ્વચ્છતાા પર ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે 30મીએ મનપાના યજમાન પદ્દે મહાત્મા મંદિર પર રાજ્યની તમામ મહાપાલિકા અને નગરપાલિકાના પદ્દાધિકારીઓ તથા અધિકારીઓને ઘન કચરાનું વ્યવસ્થાપન કરવાના પાઠ ભણાવાશે.

ગાંધીનગર મહાપાલિકા યજમાન બનશે, આજે મહાત્મા મંદિરમાં વર્કશોપ યોજાશે
આ કાર્યક્રમમાં તમામ મેયર, પાલિકા પ્રમુખ, કમિશનર, ચીફ ઓફિસર, નોડલ ઓફિસર, સેનેટરી ઇન્સપેક્ટર સહિત 500 જેટલા પદ્દાધિકારી, અધિકારી ઉપસ્થિત રહેશે. 6 રિજનલ કમિશનરને પણ હાજર રખાશે. વર્કશોપમાં મુખ્ય વિષય સ્ટાર રેટીંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સિટીઝ રાખવામાં આવ્યો છે.

વર્કશોપ રાજ્યના મુખ્ય સચિવ જે એન સીંઘની અધ્યક્ષતામાં યોજાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે ઘન કચરાના નિકાલ મુદ્દે દષ્ટી અને વ્યાખ્યા સ્પષ્ટ કરાશે. કામગીરીના સ્કોરનું વ્યવસ્થાપન, નાગરિકો અને એજન્સીઓનું સ્ટાર રેટીંગ માટે જોડાણ તથા પ્રક્રિયા અને થર્ડ પાર્ટી સર્ટીફેક્શનના મુદ્દા પ્રથમ સેશનમાં લેવામા આવશે.

બીજી સેશનમાં ડેર ટુ ડેર કલેક્શન, તે સ્થળે જ કચરાનું વર્ગકરણ, રહેણાંક અને વાણિજ્ય તથા જાહેર સ્થળોની સફાઇ, કચરા પેટી, વેસ્ટ સ્ટોરેજના મુદ્દા, ત્રીજા સેશનમાં મોટા જથ્થાના કચરા, યુઝર ચાર્જ, પેન્લ્ટી અને સ્થળ પર દંડ, પ્લાસ્ટિક પ્રતિબંધ, સાયન્ટિફઈક લેન્ડ ફીલિંગ, ડમ્પ સાઇટની બાબતો અને ચોથા સેશનમાં લોક ફરિયાદોના નિરાકરણ, જલ સ્થળો અને ગંદા પાણીના નિકાલ, વેસ્ચ રીડક્શન તથા દેખાય તેવું બ્યુટિફીકેશનની બાબતે ચર્ચા કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...