તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારમાં સેલો ટેપ લગાવેલી બે બકરી મળી!!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે વહેલી સવારે ચિલોડા પોલીસ વાહન ચેકીંગમાં હતી ત્યારે પસાર થતી એક સેન્ટ્રો કારને રોકાવવાનો પ્રયાસ કરતા અમદાવાદ તરફ ભગાવી મુકી હતી. પીછો કરતા પાલજ પાટીયેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારમાં તપાસ કરતા મો પર સેટો ટેપ લગાવેલા બે બકરી મળતા પોલીસે બકરીઓનું પંચનામુ કરીને હાલ એનીમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધ્યો છે. ત્યારે આ બકરીઓ ચોરીની હોય તેવી શકયતા સેવાઇ રહી છે.

દહેગામ તરફથી એક કાર પુરઝડપે આવતા પોલીસે રોકવા ઇશારો કરતા ભગાવી મુકી હતી. પોલીસે પીછો કરતા આ કાર પાલજ પાટીયેથી બીન વારસી હાલતમાં મળતા તપાસ કરતા મો પર સેલો ટેપ લગાવેલી બે બકરીઓ મળી હતી. બંનેનાં પગ દોરડાથી બાંધેલા હતા.

અન્ય સમાચારો પણ છે...