તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદથી ચોરાયેલી રિક્ષા ગાંધીનગર સિવિલથી મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનાં શહેરી વિસ્તારોમાં વાહન ચોરીનાં બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ કેમ્પસમાંથી પણ બાઇક તથા રીક્ષા ચોરીનાં બનાવો સામે આવતા રહે છે. વાહન ચોરી માટે કુખ્યાત સિવિલ કેમ્પસમાંથી અમદાવાદથી ચોરાયેલી રીક્ષા મળવાની ઘટના સામે આવી છે.

ગાંધીનગર એલસીબી કચેરીથી પ્રાપ્ત વિગતોનુંસાર પીએસઆઇ એમ જે શીંદે, અહેકો જયવિરસિંહ તથા સંદિપકુમાર પેટ્રોલીંગમાં હતા ત્યારે પ્રાંતિજ તાલુકાનાં રાસલોડનો વતની સંજય જગદીશભાઇ બજાણીયા નામનો શખ્સ અમદાવાદનાં શાહીબાગ વિસ્તારમાંથી ચોરેલી સીએનજી રીક્ષા નં જીજે 27 વી 505 ફેરવતો હતો.

આ રીક્ષા એકાદ માસથી ગાંધીનગર સિવિલ હોસ્પીટલનાં કેમ્પસમાં ધુળ ખાતી પડી હોવાની બાતમી એલસીબી ટીમને મળી હતી. એલસીબીએ આ રીક્ષા કબજ કરી છે.

આરોપી સંજય બજાણીયા માણસા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીનાં ગુનામાં થોડા દિવસો પહેલા પકડાયો હતો અને તેમણે 8 જેટલા વાહનો ચોર્યા હોવાની કબુલાત પણ કરી હતી.તેથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રિક્ષાની ચોરી કરનાર આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...