તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પુત્રીએ જ શાકમાં ઝેરી દવા ભેળવીને માતા પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા

પુત્રીએ જ શાકમાં ઝેરી દવા ભેળવીને માતા -પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરના રાયસણમાં ગત 31 મે ગુરૂવારની રાત્રે અરેરાટી ફેલાવતો બનાવ બન્યો હતો. નવા વિકસી રહેલા નગરમાં એક સાઇટ ઉપર ચોકીદારનુ કામ કરતા આધેડ કામગીરી કરીને રાત્રે પરિવાર સાથે જમવા બેઠા હતા. દિકરો, પત્નિ અને પિતા ભાખરી અને બટાટા રીંગણાનુ શાક જમ્યા હતા. જમ્યા બાદ એકા એક બેભાન અવસ્થામાં આવી જતા સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પતિ પત્નિનુ મોત થયુ હતુ. જ્યારે દિકરો મોતના મુખમાં જતા બચી ગયો હતો.

પોતે બટાટા પૌંઆ ખાધા હતા: એક મહિના પહેલાની ઘટનાનો ભેદ ઉકેલાયો
પંખીના માળાને અન્ય કોઇ નહિ પરંતુ સગી દિકરીએ વિખેરી નાખ્યો હતો. શાકમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. 55 વર્ષિય મૂળાજી રામાજી ઠાકોરના પરિવારમાં 42 વર્ષિય પત્નિ રાધાબેન, 25 વર્ષિય દિકરો મોહન અને 17 વર્ષિય દિકરીનો સમાવેશ થાય છે.

ગત 31 મે 2017 ગુરૂવારની રાત્રે પરિવારના ત્રણ સભ્યો રાત્રિ ભોજનમા ભાખરી અને રીંગણ બટાટાનુ શાક જમ્યા હતા. બાદ એકા એક ત્રણેયને શરીરમાં કમકમાટી ફેલાતા તાત્કાલિક આજુબાજુના લોકો દ્વારા ગાંધીનગર સિવિલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં પતિ મૂળાજી અને પત્નિ રાધાબેનનુ મોત થઇ ગયુ હતુ.જ્યારે દિકરા મોહનની તબિયત ગંભીર જણાતા આઇસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે.

એક શ્રમજીવી પરિવારના માળાને વિખેરી નાખવાના કૃત્યની પોલીસ દ્વારા છાની રીતે તપાસ કરાતી હતી. જેમાં તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, માળો વિખેરવા 17 વર્ષની સગી દિકરીએ અંજામ આપ્યો હતો.

દિકરી ઉપર માતા પિતા શંકા કુશંકા કરતા અને સામાન્ય મારામારી પણ કરતા હતા. પરિણામે દિકરીએ ઘરના સભ્યોને ઠેકાણે પાડવાનો મનસુબો બનાવી લીધો હતો. જેમાં માતા પિતાનુ મોત થયુ હતુ અને 22 વર્ષિય ભાઇ બચી ગયો હતો. ઇન્ફોસીટી પોલીસે દિકરીની ધરપકડ કરી બાળગૃહમાં મોકલી આપી હતી.

ગાંધીનગરના રાયસણમાં ગત 31 મે ગુરૂવારની રાત્રે અરેરાટી ફેલાવતો બનાવ બન્યો હતો.જે અંગે તપાસ કરતા આ બનાવમાં દિકરીએ જ શાકમાં ઝેર ભેળવી તેના માતા અને પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું બહાર આવ્યુ છે.

પરિવારજનો સાથે જમવા બેસી ન હતી
17 વર્ષિય દિકરીએ પોતાના પરિવારને પુરો કરવા પ્લાન બનાવી લીધો હતો. ત્યારે પરિવાર સાથે જમવા ના બેસવુ પડે તે માટે પહેલા પહેલા પૌઆ ખાઇ લીદ્યા હતા.

પાડોશી પાસેથી ગુપચુપ રીતે દવા લાવી હતી
રાયસણમાં ખેતરમાં રહેતા પરિવારની17 વર્ષની દિકરીએ પાડોશી પાસેથી દવા ક્યાથી લાવવી તેની માહિતી મેળવી લીધી હતી અને બાદમાં ત્યાંથી જ ખબર ના પડે તે રીતે ઝેરી પાવડર લાવીને ભોજનમાં નાખી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...