તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • પેથાપુરમાં વીજ વાયરથી કરંટ લાગતા વૃદ્ધાનું મોત નિપજ્યું

પેથાપુરમાં વીજ વાયરથી કરંટ લાગતા વૃદ્ધાનું મોત નિપજ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસાની શરૂઆત થવાની સાથે જ વીજળીના ધાંધિયા શરૂ થઇ જતા હોય છે. શહેર પાસેના પેથાપુરમાં વસાહતીઓની રજૂઆતને પણ અધિકારીઓ ધ્યાને લેતા નથી. ગુરૂવારે સવારે 77 વર્ષિય એક વૃદ્ધા કપડા સુકવવાના વાયરમાંથી વીજ પ્રવાહ પસાર થતા તેને અડકી જતા મોત નીપજ્યું હતુ.

પેથાપુરના ચકલાવાળી કુવી પાસે વાંટામા આઠથી દસ મકાનોમાં પતરાના-કાચા મકાનોમાં નાગરિકો વસવાટ કરે છે, જ્યાં ઉપરથી પસાર થતા વીજ વાયરના કારણે કરંટ લાગવાના બનાવો બને છે. આ બાબતે યુજીવીસીએલ પેથાપુરમાં અનેકવાર રજૂઆત કરાઈ છે. પરંતુ તેનો કાયમી ઉકેલ શોધી શકતા નથી. મૃતક વૃદ્ધાના સગા નિરજસિંહ વાઘેલાએ કહ્યુ કે,ગુરૂવારે સવારે કલ્પનાબા ઘરની બહાર નિકળી રહ્યા હતા, તે દરમિયાન કપડા સુકવવાના વાયરને અડકી જતા કરંટ લાગ્યો હતો અને વૃદ્ધાનુ સ્થળ પર જ મોત થયુ હતુ. આ બાબતે કોઇ

બે દિવસ પહેલા યુવકને કરંટ લાગ્યો હતો
આ વિસ્તારમાં વીજ કરંટ લાગવો સામાન્ય બાબત થઇ ગઇ છે. છત્રસિંહ વાઘેલાએ કહ્યુ કે સર્વિસ વાયર બદલવા માટે અનેકવાર રજૂઆતો કરાઇ છે. તેમ છતા અધિકારીઓના બહેરા કાને વાત પડતી નથી બે દિવસ પહેલા પણ એક યુવકને કરંટ લાગ્યો હતો.

એક કલાક સુધી કચેરીમાં કોઇએ ફોન ન ઉપાડ્યો
વીજ વાયરથી કરંટ લાગતા વૃદ્ધાનુ મોત થતા સવારે 7થી 8 વાગ્યાના એક કલાક સુધી પેથાપુર યુજીવીસીએલમાં સતત ફોનની ઘંટડી રણકી રહી હતી. પરંતુ કોઇ કર્મચારીએ ફોન ઉપાડ્યો ન હતો. બીજી તરફ એક કલાક સુધી વીજ પ્રવાહ પેથાપુરમાં વહેતો રહ્યો હતો.

વીજ પ્રવાહ બંધ કરવા સ્થાનિકોએ જોખમ ઉપાડ્યંુ
સામાન્ય રીતે વીજ પ્રવાહ માટે ડીપી લગાવવામાં આવી હોય છે. જ્યાંથી કોઇ એક વિભાગનો વીજ પ્રવાહ બંધ કરી શકાય છે. ત્યારે કરંટ લાગતા વૃદ્ધાનુ મોત થયા બાદ કરંટ સતત વહેતો રહ્યો હતો. પરંતુ કોઇ અધિકારીઓ ફરક્યા ન હતા. ત્યારે ફ્યૂઝ કાઢવાનુ જોખમ સ્થાનિક રહીશોએ લેવુ પડ્યુ હતુ.

કરંટ ક્યાંથી લાગ્યો તેની તપાસ કરાઇ રહી છે
પેથાપુરમાં કરંટ લાગવાના બનાવને લઇને મોત થયા બાદ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ તપાસ કરવા ટીમ મોકલી દેવાઇ છે અને કરંટ ક્યાંથી આવી રહ્યો છે તેની કામગીરી કરાઇ રહી છે. બી. કે. ગામીત, અધિકારી, યુજીવીસીએલ

અન્ય સમાચારો પણ છે...