પિરોજપુર-પ્રભૂપુરા માટે નાળુ ન અપાતા આંદોલન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોડની સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચના આયોજન કરવા સમયે ગિફ્ટ સિટી જેવા મોટા આયોજનને જ નજર સમક્ષ રાખવાની સરકારની નીતિને કારણે આખરે હંમેશા અન્ય સહન કરતા ગ્રામવાસીઓનો રોષ ભભૂક્યો છે. વેશનલ હાઇ વેના કામ દરમિયાન પિરોજપુર અને પ્રભૂપુરા ગામ માટે એક નાળુ આપવાની કલેક્ટરથી લઇને કેન્દ્રિય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવ્યા પછી પણ આ સુવિધા નહીં આપવાના વલણ અને તેના કારણે 10 કિલોમીટર ફરીને જવુ પડે તેવી ઉભી થયેલી દુવિધાના કારણે આખરે ઉપરોક્ત બન્ને ગામના ખેડૂતો દ્વારા તારીખ 13મીથી રસ્તા રોકો આંદોલન છેડવાની જાહેરાત સરપંચ રાવજીજી શકરાજી જાદવ દ્વારા કરવામાં આવી છે.

આ મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય દિનભાઇ ઠાકોર જણાવ્યું કે સંપૂર્ણ બક્ષીપંચની વસતિના આ ગામડાના રહેવાસીઓ મોટાબાગે ખેતી અને ખેતમજુરીના વ્યવસાયમાં જોડાયેલા છે.પિરોજપુરની 70 ટકા જમીન નેશનલ હાઇ વે નંબર 8ની પૂર્વ દિશામાં હોવાથી ખેડૂતો અને ખેત મજુરોએ દરરોજ દુધાળા ઢોર સહિત પશુઓને લઇને અને ખેતીના સાધનો લઇને હાઇ વેની બીજી બાજુએ અવર જવર કરવાની થાય છે અને હાઇ વેનું કામ ચાલુ હોવાથી સેંકડો ખેડૂતોને વ્યાપક મુશ્કેલી વેઠવી પડે છે. તેમના પરિવારના અભ્યાસ કરતદા બાળકોને શાળાએ જવા આવવામાં જોખમ રહે છે. હાઇ વે ઓથોરિટી દ્વારા ગિફ્ટ સિટી અને વલાદ ગામ પાસે નાળા જેવા નાના બ્રિજ મુક્યા છે.

વિનંતી નહીં સ્વીકારાય તો આંદોલન કરાશે
કેન્દ્રિય મંત્રી, રાજ્યના મંત્રી, પ્રભારી મંત્રી, ધારાસભ્ય, કલેક્ટર અને નેશનલ હાઇ વે ઓથોરિટીને વિનંતીઓ કરીને ગ્રામજનો થાક્યા છે, હવે ખેડૂતો રસ્તા પર ઉતરવા સાથે ઉપવાસ આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...