તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar કલેક્ટર કચેરી સામેનું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન

કલેક્ટર કચેરી સામેનું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરના મુખ્યમાર્ગો પર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે. જ્યાંથી નાગરિકો બસમાં બેસી શકે અને પોતાના નિયત સ્થળ પર જઇ શકે. પરંતુ લાંબો સમય બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઇને ઉભા રહેલા નાગરિકો કંટાળી જાય છે કેમકે કોઇ બસ અહીં ઉભી રહેતી નથી. બસ ઉભી ન રહેવાની ફરિયાદો હવે કાયમી થઇ રહી છે. તેમજ બસ સ્ટેન્ડ પર બસ ચાલકો દ્વારા બસ ન થોભાવવાની ફરિયાદ લેખિતમાં ધારાસભ્ય સુધી જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે. નગરના જાગૃત નાગરિક હર્ષદકુમાર ગાંધીએ જણાવ્યું હતું કે, કલેક્ટર કચેરી સામેનું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠીયા સમાન બન્યુ છે.

અમદાવાદથી ગાંધીનગર આવતા મુસાફરોની સરળતા માટે કલેકટર કચેરી સામે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. પરંતુ બસ સ્ટેન્ડ પર બસ ચાલકો બસ ન થોભાવતા મુસાફરો પરેશાન થઇ રહ્યા છે. વધુમાં તેમણે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, મેં અમદાવાદથી ગાંધીનગર આવતી બસના કંડક્ટર પાસે કલેક્ટર કચેરીના સ્ટેન્ડ ઉપર ઉતરવા ટીકીટ માંગતાં કંડક્ટરે કહ્યું કે હેન્ડ ટીકીટ મશીનમાં આ સ્ટેન્ડની ટીકીટ માટેની વ્યવસ્થા નથી, માટે પથિકાશ્રમ અથવા ઘ સાડાચારના સ્ટેન્ડ ઉપર ઉતરવુ પડશે. જેથી કોઇ અજાણ્યો મુસાફર, વૃદ્ધ વયસ્ક વ્યક્તિને અડધો કીલો મીટર ચાલીને કલેક્ટર કચેરી સુધી આવવું પડે છે. આ અંગે ધારાસભ્ય તેમજ એસટી વિભાગ પાસે હેન્ડ ટીકીટ મશીનમાં જરૂરી વ્યવસ્થા કરવા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...