તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં સ્વાઇન ફ્લુ પોઝિટિવના 26 કેસ નોંધાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યુ ગાંધીનગર તરીકે ઓળખાતા સરગાસણ કુડાસણમાંથી સ્વાઇન ફ્લુનાં 3 કેસો બે દિવસ પુર્વે સામે આવ્યા બાદ સરગાસણ વિસ્તારમાંથી વધુ એક સ્વાઇન ફલુનો કેસ મળતા સઘન સર્વેલન્સ શરૂ કરી દેવાયુ છે.

આરોગ્ય વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સરગાસણનાં 52 વર્ષિય મહિલાને સ્વાઇન ફ્લુ પોઝીટીવ આવતા અમદાવાદ સારવારમાં છે. જયારે માણસાનાં આજોલનાં 32 વર્ષિય યુવાનનો સ્વાઇન ફ્લુ રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ત્યારે જિલ્લામાં ગાંધીનગર શહેરને બાદ કરતા સ્વાઇન ફ્લુનાં અત્યાર સુધીનાં કુલ કેસો 26 પર પહોચ્યા છે અને સતત વાઇરસ ફેલાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...