તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગોડી નજીક રિક્ષા SRPની બસમાં ઘુસી જતા મહિલાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાનાં માર્ગો પર વધી રહેલા ગંભીર અકસ્માતો વચ્ચે શનિવારે દહેગામ- મગોડી માર્ગ પર મગોડી પાસે મુસાફરો ભરેલી રીક્ષા તથા સ્ટેટ રીઝર્વ પોલીસની બસ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. અચાનક બસ રોડ પર આવતા પુરઝડપે આવી રહેલી રીક્ષા બસમાં ઘુસી જતા ગંભીર રીતે ઘવાયેલા મહિલા મુસાફરનું મૃત્યુ થયુ હતુ. બસનાં ચાલક દ્વારા રીક્ષા ચાલક સામે ફરીયાદ નોંધાવા્ઇ છે.

ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર શનિવારે સવારે 10 વાગ્યાનાં અરસામાં દહેગામ તરફથી મુસાફરો સાથે આવી રહેલી રીક્ષા નં જીજે 9 એક્સ 2971 તથા એસઆરપી ગૃપ નં 12ની સરકારી બસ નં જીજે 18 જીએ 0842 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ રસ્તા પર આવતાની સાથે જ રીક્ષા બસની વચ્ચો વચ્ચ ઘુસી જતા રીક્ષામાં બેઠેલા મુસાફરો ફંગોળાઇ ગયા હતા. જેમાં દહેગામનાં રહેવાસી રમીલાબેન ભરતભાઇ શર્માને ગંભીર ઇજાઓ પહોચતા ગાંધીનગર સિવિલમાં સારવારમાં ખસેડાવમાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

ત્યારે સરકારી બસનાં ચાલક રાજેન્દ્રપ્રસાદ કન્હીરામ યાદવે રીક્ષા ચાલક સામે રીક્ષા પુરઝડપે અને ગફલત પુર્વક ચલાવીને બસ સાથે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવવાની ફરીયાદ નોંધાવતા ચિલોડા પોલીસે ફરીયાદ લઇને તપાસ હાથ ધરી છે.

મગોડી પાસે મુસાફરો સાથેની રીક્ષા એસઆરપીની બસમાં ઘુસી જતા મહિલાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...