તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરાતલાવડીના સ્મશાનમાં છાપરું નથી, સગડી જર્જરિત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાનમાં અસુવિધાને લઇને પ્યાપક રાવ ઉઠતી રહે છે. તાલુકાનાં વિરાતલાવડી ગામનાં સ્મશાનની હાલત ભંગાર જેવી બની ગઇ છે.

આગ અને વરસાદનાં કાટનાં કારણે સ્મશાનનું છાપરુ ખવાઇ જતા ઉપરથી ખુલ્લુ બની ગયુ છે. જેના કારણે વરસાદી દીવસોમાં મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરવા અશકય બની જાય છે. જર્જરીત થઇ જતા જોખમી પણ બની ગયુ છે. સગડી પણ વર્ષોથી ઉપયોગમાં લેવાતી હોવાથી જર્જરીત થઇ ગઇ છે. સ્મશાન માટે ગ્રાન્ટ ફાળવીને નવુ બનાવવા માટે સરકારી તંત્રથી માંડીને રાજકીય આગેવાનોને વારંવાર રજુઆતો કરવા છતા કોઇ કશુ કરવા તૈયાર નથી.

અન્ય સમાચારો પણ છે...