• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગ્રીન હાઉસ ખેતી યોજના નિષ્ફળ, 2 હજાર ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયા

ગ્રીન હાઉસ ખેતી યોજના નિષ્ફળ, 2 હજાર ખેડૂતો દેવાના ડુંગર હેઠળ દબાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાગાયત વિભાગની ભૂલો

ખેડૂત સમાજ સંસ્થાના મહામંત્રી સાગર રબારીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ગ્રીન હાઉસ યોજના નિષ્ફળ ગઈ છે. જેના કારણે બે હજાર ખેડૂતો આજે દેવાના ડુંગર હેઠળ દબાઈ ચૂક્યા છે. જો યોજના કૃષિ અંતર્ગત ગણાતી હોય તો પછી બેન્કો દ્વારા 300 ટકા વધુ સિક્યોરિટી લઈને 14 ટકા જેટલા વ્યાજે ટર્મ લોન કેમ આપવામાં આવે છે.

સાગરે વધુમાં જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી મોદીની વાતોથી પ્રોત્સાહિત થઈને અનેક યુવાનોએ ઉજ્જવળ ભવિષ્યને દાવ પર લગાવીને ગ્રીન હાઉસ ખેતી શરૂ કરી હતી. આજે તે યુવાનોનો સીબિલ રેકોર્ડ બગડી જતાં સાદી ખેતી કરવા માટે પણ લોન મળી રહી નથી. હકીકત છે કે, ગ્રીન હાઉસ પ્રોજેક્ટને એગ્રીકલ્ચર ગણવું કે એગ્રો ઈન્ડસ્ટ્રીઝ તેની પણ કોઈ ચોખવટ થઈ નથી.

{ ગુજરાતમાં બનનારા ગ્રીન હાઉસની બનાવટનું માળખું વાતાવરણને અનુકૂળ હતું.

{ કયુ બિયારણ વાપરવું, કયા ખાતરો વાપરવા તેનો અભ્યાસ કરાયો હતો.

{ બિયારણ ઉત્પાદક કંપનીઓએ કરેલી ઉત્પાદનના આંકડાઓની કોઈ ચોકસાઈ કરાઈ હતી.

{ અપૂરતી વીજળી, ટ્રાન્સપોર્ટેશનની ‌વ્યવસ્થાનો અભાવ, કન્સલ્ટન્ટના નામે ખેડૂતો સાથે ઠગાઈ, ઈન્સ્યોરન્સ કંપનીઓએ, બિયારણ કંપની, ટિશ્યૂકલ્ચર કંપનીઓએ કરેલી છેતરપિંડી, ખોટા નિયમો બતાવીને ઓછી સબસિડી આપવી, જેવા પ્રશ્નોની અનેક વાર રજૂઆત કરાયા છતાં તેનો સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.

ખેડૂતો પાસેથી 3 ગણી સિક્યોરિટી લઈને બેન્કો 14 ટકાએ લોન આપે છે : સાગર