ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની 7મા પગારપંચની ફરી માગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો-આચાર્યો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ માગ કરી છે. સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી અને પ્રવક્તા પંકજ પટેલ સહિતના નેતાઓ દ્વારા મંગળવારે મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓને આવેદનપત્ર આપીને આંદોલન શરૂ કરાશે. જો કે આવેદનપત્ર આપવા આવેલા શૈક્ષણિક નેતાઓ સામે નામ આપવાની શરતે રોષ વ્યક્ત કરતા શૈક્ષણિક કર્મચારીઓએ બળાપો કાઢ્યો હતો કે રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલકો સાથે ઘરોબો ધરાવતા શિક્ષક નેતાઓ માત્ર આવેદનપત્ર આપીને સમય પસાર કરે છે.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત તમામ કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યોને આવેદનપત્રો આપીને તેમને સાતમા પગાર પંચન, ભથ્થાં, આચાર્યની ભરતી સહિતની માગણીઓની રજૂઆત કરી હતી. માટે આશરે 100 જેટલા શિક્ષકો સ્વર્ણિમ સંકુલમાં આવ્યા હતા.