• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ભાસ્કર િવશેષ |ફૂલ જેવા બાળકોને ઘેટાં બકરાની જેમ વાનમાં ભરાય છે, બાળક શ્વાસ પણ નથી લઈ શકતું

ભાસ્કર િવશેષ |ફૂલ જેવા બાળકોને ઘેટાં-બકરાની જેમ વાનમાં ભરાય છે, બાળક શ્વાસ પણ નથી લઈ શકતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં સ્કુલવાન દ્વારા વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરીને લાવવા લઇ જવામાં આવી રહ્યા છે. વાનમાં પાછળ બેઠેલુ બાળક સ્વાસ પણ લઇ શકે તેવી સ્થિતિમાં હોતું નથી. સ્કુલવાન ચલાવનારે આરટીઓ કચેરીમાંથી પરમીટ લેવાની હોય છે. જો પરમીટ વિનાની સ્કુલવાન સામે આરટીઓ દ્વારા કાર્યવાહી પણ કરવાની હોય છે. પરંતુ આરટીઓ કચેરીમાં એસીમાં બેસીને તમામ મલાઇ મળતી હોવાથી અધિકારીઓ ચેકીંગ કરવા નિકળવામાં આળસ રાખી રહ્યા છે. કોઇનુ વ્હાલ સોયુ બાળક અકસ્માતમાં ભોગ બનશે તો જવાબદારી આરટીઓ અધિકારી ઉઠાવશે ?

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયા દ્વારા અમદાવાદ આરટીઓ અધિકારીને એસી ચેમ્બરમાં બેસવાની જગ્યાએ બહાર નિકળીને કામગીરી કરવા આકરા શબ્દોમા જણાવ્યુ હતું. ખુદ મંત્રી નાગરિકોના કામ નહિં થવાથી વ્હારે આવ્યા હતા. અમદાવાદ આરટીઓના અધિકારીને મંત્રીએ ધમધમાવી નાખ્યા હતા, તે વાત જગ જાહેર છે પરંતુ ગાંધીનગરના આરટીઓ અધિકારી અમલ કરતા નથી તેવુ જોવા મળી રહ્યુ છે. હાલમાં શહેરમાં 100 કરતાં વધારે સ્કુલ વાન રોડ ઉપર વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ પુરીને દોડી |રહી છે.

સ્કુલ વાનને પરમીટ આપવાની કામગીરી અને પરમીટ વિના દોડતી સ્કુલ વાનને દંડ ફટકારવાની કામગીરી ગાંધીનગર આરટીઓ અધિકારીની હોય છે.

પરંતુ ગાંધીનગર આરટીઓ કચેરીમાં વર્ષ 2017માં સમ ખાવા પુરતી માત્ર એક રીક્ષાને પરમીટ આપવામા આવી છે. જ્યારે બાકીના વાહનો રામ ભરોશે દોડી રહ્યા છે. પરંતુ અધિકારીઓ રોજના હજ્જારોના ટેબલ છોડીને બહાર તડકામાં કામગીરી કરવા નિકળતા નથી.

વસાહતિ પરેશજી વાઘેલાએ કહ્યુ કે, આરટીઓના અધિકારીઓ દ્વારા સ્કુલવાન માલિકોને માત્ર પરમીટ લેવાનો આગ્રહ કરવામાં આવે તો કચેરીને પણ આવક થશે અને ડરના માર્યો પરમીટ જેટલા વિદ્યાર્થીઓને બેસાડશે.

શહેરમાં અત્યાર સુધી સ્કુલવાનનો ગંભીર અકસ્માત થયો નથી. ખાસ કરીને નાના વાહનમાં પરંતુ જો રીક્ષા કે વાનનો અકસ્માત સર્જાશે ત્યારે આરટીઓ અધિકારી સહિત સરકારના મંત્રીઓ પણ જવાબદાર રહશે. ત્યારે બાબતે આરટીઓ અધિકારીએ કચેરીની ચેમ્બર છોડીને શાળાના દરવાજે ચેકીંગ હાથ ધરવુ જોઇએ.

પરમિટ લેવાયેલા છેલ્લા

3 વર્ષના આંકડા

વર્ષ રીક્ષ ટેક્ષ મેક્ષી

201403 13 11

2015 -- -- --

2016 15 -- 03

2017 1 -- --

વર્ષમાં એક સ્કૂલ વાને પરમિટ લીધી, આરટીઓ દ્વારા કોઈ કામગીરી નહીં

અન્ય સમાચારો પણ છે...