મોસાળામાં 700 કિલો શુ્દ્ધ ઘીનો મોહનથાળ પિરસાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદિરમાં કોણ છે…રાજા રણછોડ છે…જય રણછોડ માખણ ચોરના નાદ આગામી શનિવારે પાટનગરના રાજમાર્ગો ઉપર સાંભળવા મળશે. શહેરમા રથયાત્રાની તૈયારીઓ પુરી થઇ ગઇ છે. વર્ષ 1985થી પાટનગરમાં આરંભ કરવામાં આવેલી રથયાત્રા ચાલુ વર્ષે ભગવાન 34મી વખત નગર ચર્યાએ નિકળશે. ભક્તો માટે સેક્ટર 29 જલારામ મંદિરમાં મોસાળામાં તૈયારી પુરી કરી દેવાઇ છે. પરંપરાગત રીતે પીરસાતા માલપુવાની જગ્યાએ 700 કીલો શુદ્ધ ઘીનો મોહનથાળ પીરસાશે.

ગાંધીનગરમાં ભગવાન જગન્નાથને આવતીકાલે શનિવારે શહેરના માર્ગો ઉપર ફેરવવામાં આવશે. ખૂદ ભગવાન ભક્તો પાસે જઇને દર્શન આપશે. ત્યારે રથ હાકનાર ખલાસીઓ, વિવિધ કરતબ કરતા યુવાનો, ટેબ્લો અને હાથી, ઘોડા સાથે પાટનગરમાં થોડા ફેરફારને બાદ કરતા પરંપરાગત રૂટ પર ભગવાનની યાત્રા નિકળશે. ત્યારે રથયાત્રામા જોડાનાર ભક્તો માટે સેક્ટર 29માં મોસાળુ કરાય છે.ત્યારે મોસાળામાં 8 હજાર ભકતોને મોહનથાળ, ખીચડી, બટાટાનુ શાક અને છાશ પીરસાશે.જલારામ મંદિરે 8 હજાર ભક્તોનો પ્રસાદ બનાવાશે. જેમાં 700 કીલો, મોહનથાળ, ખીચડી, 2 હજાર લીટર છાશ, 600 કીલો બટાટાનુ શાક પીરસાશે. જ્યારે મીનરલ વોટરની સુવિધા પુરી પાડવામાં આવશે. ત્યારે મોસાળામાં તમામ પ્રકારની તૈયારીઓ પુરી કરી દેવાઇ છે.

રથયાત્રા સમિતિ દ્વારા પણ ભગવાનને શહેરમાં ફેરવવા માટે આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. શનિવારે સવારે 7 કલાકે પંચદેવ મંદિરેથી પરંપરાગત રૂટ ઉપર રથયાત્રાને ફેરવામા આવશે. જેમાં શહેરના અગ્રણીઓ, નાગરિકો અને ભાવિકભક્તો યાત્રામાં જોડાશે અને મંદિરમાં કોણ છે.. રાજા રણછોડ છે સહિતના સૂત્રો પોકારશે.

અન્ય સમાચારો પણ છે...