ન્યૂ ગાંધીનગરના તમામ ગામમાં LED લાઇટના અજવાળા રેલાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોબામાં એલઇડી સ્ટ્રીટલાઇટ નખાયા બાદ ગુડા ગ્રામ સદ્દભાવના યોજના અંતર્ગત ગુડા હેઠળના તમામ 39 ગામમાં એલઇડી લાઇટ પુરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામ સદ્દભાવના યોજના અંતર્ગત 20 કરોડના ખર્ચની જોગવાઇ થઈ છે આ યોજનામાં સ્ટ્રીટ લાઇટના પોલ બદલવામાં આવશે નહીં. પરંતુ જીઇબીના પોલ પર એલઇડી નખાશે. જે ગામ તરફથી એલઇડી સ્ટ્રીટલાઇટ નાખી આપવા દરખાસ્ત કરાશે ત્યાં અગ્રતાના ધોરણે કામ હાથ ધરાશે. 15 ગામની દરખાસ્ત આવી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...