તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેનાલમાંથી સરસપુરના વૃદ્ધનો મૃતદેહ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા કેનાલ જાણે મોત માટેનુ સ્થળ બની ગઇ હોય તેમ લોકો જીવનથી કંટાળીને ઝંપલાવતા હોય છે. ગુરૂવારે બપોરના સમયે એક વૃદ્ધનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. કેનાલ ઉપર ફરજ બજાવતા ગાર્ડેની નજર પડતા ડભોડા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરતા મૃતદેહ સરસપુરના 60 વર્ષના વૃદ્ધનો હોવાનુ જાણવા મળતા તપાસ હાથ ધરી હતી.

ગુરૂવારે બપોરે લીંબડીયા કેનાલ પાસે સિક્યુરીટી ગાર્ડ પ્રવિણ ઠાકોર ફરજ પર હતા ત્યારે કેનાલમાં એક વૃદ્ધનો મૃતદેહ તણાતો જોતા આ બાબતની જાણ કરાતા ડભોડા પોલીસ આવી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોની શોધખોળમાં મૃતક સરસપુરના 60 વર્ષિય હસમુખભાઇ પરમાર જાણવા મળ્યું હતું. મૃતક થોડા સમય પહેલા ઘરેથી નિકળી ગયા હતા. કયા કારણથી કેનાલમા ઝંપલાવ્યુ તેની તપાસ કરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...