તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઇવ સ્ટાર રેલવે હોટેલમાં વાઇબ્રન્ટના100 રૂમ બુક થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશન પરની દેશની પ્રથમ ફાઇવ સ્ટાર હોટલ ગાંધીનગરમાં બંધાઇ રહી છે. ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ હોટલ મહાત્મા મંદિર પ્રકલ્પનો એક ભાગ તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે.

ગુરુવારે રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સીંઘે વિઝીટ કરી હોટલના બાંધકામનો અહેવાલ મેળવ્યો હતો અને સ્થળ પરથી વાત કરતા જણાવ્યુ કે વાઇબ્રન્ટ સમિટ પહેલા આ હોટલને પ્રાથમિક તબક્કે કાર્યરત કરાશે અને 100 રૂમ તૈયાર કરી ઉપયોગમાં લેવાશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી તેનું બુકીંગ ચાલુ કરાશે.

ચીફ સેક્રેટરીએ જણાવ્યું કે 300 રૂમની હોટલનું બાંધકામ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાશે. યુરોપમાં આ પ્રકારની હોટેલ રેલવેસ્ટેશન પર જોવા મળે છે, પરંતુ ભારતમાં આવી પ્રથમ હોટલ ગુજરાતના પાટનગરમાં બંધાઇ રહી છે. જેનું ઓપરેશનવર્ક લીલા ગ્રુપ ઓફ હોટેલ્સને સોંપાયું છે. વાઇબ્રન્ટ સમિટ 18મી જાન્યુઆરી 2019માં યોજાવાની છે અને તેના પહેલા આ ફઆઇવ સ્ટાર હોટલનું ગ્રાન્ડ ઓપનિંગ કરાશે, તેમ મુખ્ય સચિવે જણાવ્યુ હતું. સપ્ટેમ્બરમાં બાંધકામ પૂર્ણ થયા પછી પ્રથમ તબક્કે 100 રૂમનું ફર્નિચર સહિતનું કામ શરૂ કરીને ડિસેમ્બર મહિનાના અંત પહેલા તૈયાર કરી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...